ટ્રીપલ તલાક વિરોધી બીલને મંજુર કરતી લોકસભા

PC: siasat.com

લોકસભામાં ગુરુવારે ટ્રીપલ તલાક વિરુધ્ધ બીલને પાસ કરવામાં આવ્યું હતું. બીલમાં સંશોધનના તમામ પ્રસ્તાવોને ફગાવી દેવામાં આવ્યા હતા અને તલાક વિરોધી બીલને મંજુરી આપવામાં આવી હતી.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે બીલ અંગે બોલતા કહ્યું કે આ બીલ ઈસ્લામી શરીયતમાં દખલ કરતું નથી પરંતુ શરીયતને વધુ કાયદાકીય રક્ષણ આપવામાં આવી રહ્યું છે. મુસ્લિમ મહિલાનાં આત્મ સન્માન અને રક્ષણ માટે તમામ પક્ષોને એકી અવાજે સમર્થન આપવા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટ દ્વારા ટ્રીપલ તલાક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ 100 કરતા વધુ કેસો તલાકનાં નોંધાયા જેમાં નજીવા કારણોસર તલાક આપી દેવામાં આવ્યા. હવેથી તલાકનાં મામલામાં પોલીસ નહી પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ થયા બાદ જ જામીન મળશે.

રવિશંકરે કહ્યું કે તાલક બીલને રાજકારણ સાથે સાંકળવું અયોગ્ય છે. ધર્મના ત્રાજવે બીલને તોળવામાં ન આવે. આ બીલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો. ઔવેસી, આરજેડી, ટીએમસી અને બીજેડી સહિતના પક્ષોઓ વિરોધ કર્યો છે.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બીલમાં સંશોધનની જરૂરીયાત છે. જેથી કરીને સંસદની સ્થાયી સમિતિને સોંપવામાં આવે. કોંગ્રેસ દરેક મહિલાને અધિકાર આપવાની તરફેણ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.