નવી હજ પોલિસી: મુ્સ્લિમ મહિલાઓ હવે એકલી પણ હજ પર જઈ શકશેે

PC: abna.co

કેન્દ્રીય લઘુમિત કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ અંગેનાં ધારાધોરણોનો રિપોર્ટ હજ નીતિ માટે તૈયાર કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિને શનિવારે સુપ્રત કર્યો છે. આ રિપોર્ટમાં હવે મહિલાઓ મહેરમ વિના પણ હજ કરી શકશે તેવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટનાં આદેશ પ્રમાણે હજ નીતિ બનાવવાનાં નિર્દેશ પર અમલ કરતા સબસીડી રદ કરવાની વાતને આગળ ધપાવવામાં આવી છે. આ ઉપરાંત 45 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ મહેરમ વિના પણ હજ યાત્રા કરી શકશે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હજ નીતિ-2018-22માં હજ યાત્રીઓને દરિયાઈ માર્ગેથી પણ હજ પર મોકલવાનાં વિકલ્પ પર વિચારણા કરવામાં આવી રહી છે.

ખાસ મહત્વની બાબત એ છે કે હજ પર જવા માટે રવાનગીનાં એરપોર્ટની સંખ્યામાં ઘટાડો સૂચવવામાં આવ્યો છે. હાલ 21 જગ્યાએથી હજ યાત્રીઓ હજ પઢવા માટે જાય છે. જ્યારે આ પ્રસ્તાવથી 9 જગ્યાએથી હજ પઢવા માટે જઈ શકાશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. નવી જોગવાઈ પ્રમાણે હજ પઢવા માટે અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનૌ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લુરુ, કોચી અને હૈદરાબાદથી જ હજ પઢવા જઈ શકાશે.

હજ નીતિ તૈયાર કરી હવે તેના પર ઉચ્ચ કમિટિ નિર્ણય કરશે. 2012માં નવી હજ નીતિ ઘડવા માટે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા. કોર્ટે દસ વર્ષનાં ગાળામાં નવી નીતિ લાગૂ કરવા માટે સરકારને મહેતલ આપી સબસીડી રદ કરવાનું જણઆવ્યું હતું.

બીજી મહત્વની વાત એ છે કે હાલમાં મુસ્લિમ મહિલાઓને હજ કરવા માટે મહેરમ(સાથી એટલે કે પતિ, પિતા, માતા,પુત્ર, પુત્રી. નાતી, પૌત્ર કે અન્ય સગા-સંબંધી)નો સાથ હોવો જરૂરી હતો પરંતુ નવી નીતિ પ્રમાણે હવેથી મહિલાઓ પણ એકલી હજ કરી શકશે અને તેમને મહરમની જરૂર રહેશે નહી. મેહરમનો ક્વોટા પણ વધારીને 200થી 500 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવી હજ નીતિ મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને હજનાં ક્વોટાની ફાળવણી મુસ્લિમ વસ્તીનાં આધારે કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરનો ક્વોટા પણ 1500થી વધારી 2000 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગુજરાત હજ કમિટીનાં ચેરેમન મહંમદ અલી કાદરીએ નવી હજ નીતિને આકાર આપ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp