26th January selfie contest

આ રાજ્યમાં નાના બાળકો સાથે રેપ કરનારને અપાશે નપુંસક બનાવવાના ઈન્જેક્શન

PC: smedia2.intoday.in

બળાત્કાર વિરુદ્ધ સખત કાર્યવાહીની માગણીને ધ્યાનમાં રાખીને એક રાજ્ય દ્વારા દોષીઓને નપુંસક બનાવવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમેરિકાના અલ્બામામાં આ નવો કાયદો બનાવવામાં આવ્યો છે. નવા કાયદા હેઠળ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે જાતીય ગુના કરનારને નપુંસક બનાવવાનું ઇન્જેક્શન આપવામાં આવશે અથવા દવા આપવામાં આવશે. કાયદા અનુસાર, બાળકો સાથે જાતીય સંબંધો ગુનાખોરોને પેરોલ પર છોડતા પહેલા ઇન્જેક્શન લગાવવામાં આવશે. જેને કારણે વ્યક્તિનું સેક્સ ડ્રાઇવ ઘટશે.

મીડિયા અહેવાલ મુજબ, ઇન્જેક્શન લગાવ્યા પછી તેની અસર હંમેશ માટે રહેશે નહીં. પણ થોડો સમય સુધી આની અસર થઈ શકે છે. પેરોલ લેવાથી લગભગ એક મહિના પહેલાથી આ ઇન્જેક્શન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, ઇન્જેક્શનનો ખર્ચ દોષી વ્યક્તિઓએ જ આપવાનો રહેશે. ઇન્જેક્શન નહીં લગાવનારાઓને જેલમાંથી છોડવામાં આવશે નહીં.

કોર્ટ પોતે આ વસ્તુ નક્કી કરશે કે દોષીને ક્યારે ઇન્જેક્શન લગાવવામાં આવશે. અલ્બામામાં કાયદો બનાવવાની સાથે સાથે હવે અમેરિકામાં 7 આવા રાજ્ય બન્યાં છે, જ્યાં કેમિકલ કસ્ટ્રેક્શનના ઉપયોગની જોગવાઈ છે. તેમાં લુસીઆના અને ફ્લોરિડાનો સમાવેશ થાય છે.

કેમિકલ કસ્ટ્રેક્શનમાં ટેબ્લેટ અથવા ઇન્જેક્શનનો ઉપયોગ થાય છે. તેનાથી ટેસ્ટોસ્ટોરીનનું પ્રોડક્શન પ્રભાવિત થાય છે અને વ્યક્તિનું સેક્સ ડ્રાઇવ ઓછું થાય છે. તેમ છતાં, સારવાર બંધ થયા પછી તેની અસર ઘટતી જાય છે. જોકે અમેરિકન સિવિલ લિબર્ટી યુનિયન ઓફ અલ્બામાએ નવા કાયદાની નિંદા કરી છે. યુનિયને કહ્યું કે આ સ્પષ્ટ નથી કે આ સ્ટેપથી કેટલી અસર થશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp