26th January selfie contest

VIDEO: આર્ચરે ખેલાડીને કર્યો બોલ્ડ અને હવામાં ઉછળી બોલ પહોંચ્યો બાઉન્ડ્રી પાર

PC: icc

શનિવારે રાત્રે વર્લ્ડ કપ-2019ની એક મહત્ત્વની મેચમાં યજમાન ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રનથી હાપ આપીને બીજી જીત મેળવી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને સારી લડત આપી હોવાં છતાં અન્ય બેટ્સમેનો ફ્લોપ જતાં ટીમને મોટી હાર મળી હતી.

આ મેચમાં ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરીને 386 રનનો મોટો સ્કોર ખડકી દીધો હતો. ઇંગ્લેન્ડ તરફખી સૌથી વધુ રન ઓપનર જેસન રોયે ફટકાર્યા હતા. રોયે માત્ર 121 બોલમાં 153 રનની મોટી ઇંનિંગ રમીને ટીમનો સ્કોર 386 પર પહોંચાડવામાં મદદ કરી હતી. આ લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 280 રનમાં ઓલઆઉટ થતાં ઇંગ્લેન્ડને 106 રને મોટી જીત મળી હતી. બાંગ્લાદેશની હાર પાછળ જોફ્રા આર્ચરે લીધેલી ત્રણ મહત્ત્વની વિકેટનો હાથ છે.

જોફ્રા આર્ચેરે એક વિકેટ તો એવી લીધી હતી જેમાં બોલ સ્ટમ્પને લાગીને સીધી બાઉન્ડ્રી લાઇન કુદાવી ગઇ હતી. બાંગ્લાદેશના ઇનિંગની ચોથી ઓવરની બીજી બોલે જોફ્રા આર્ચર સોમ્યા સરકાર સામે બોલિંગ કરી રહ્યો હતો. બોલની પેસથી પહેલા તો સોમ્યા સરકાર કંઇ સમજે તે પહેલા જ બોલ સ્ટમ્પ લાગી ગઇ હતી અને સોમ્ય સરકાર બોલ્ડ આઉટ થયો હતો. જો કે રસપ્રદ વાત એ છે કે જે બોલ પર આર્ચરે વિકેટ લીધી એ બોલ સ્ટમ્પ પર લાગીને સીધો હવામાં જ બાઉન્ડ્રી લાઇન કુદી ગયો હતો.

ICC આનો વીડિયો શેર કરીને જોફ્રા આર્ચરની ગતિની પ્રશંસા કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ બોલને જોઇને ખેલાડીઓ, કોમેન્ટટેટર અને ફેન્સ હેરાન થઇ ગયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp