દર 5માંથી 1 છોકરાના લગ્ન 15 કરતા ઓછી ઉંમરમાં થઈ જાય છેઃ Unicef

PC: indianexpress.com

દુનિયા ભલે ગમે તેટલી એડવાન્સ બની ગઈ હોય અને ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય, પરંતુ હજુ પણ બાળ વિવાહની સંખ્યામાં ઘટાડો નથી આવ્યો. Unicefના એક રિપોર્ટે વૈશ્વિક સ્તર પર બાળ વિવાહ સાથે સંબંધિત એક મોટો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, દુનિયાના દરેક 5માંથી 1 બાળકના લગ્ન 15 વર્ષની ઉંમર કરતા પહેલા થઈ જાય છે. આટલી નાની ઉંમરમાં લગ્ન કરનારા છોકરાંઓની સંખ્યા આશરે 2.3 કરોડ છે. આ રિપોર્ટ બનાવવા માટે 82 દેશોના ડેટાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ દેશ સબ સહારા આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન, સાઉથ એશિયા, ઈસ્ટ એશિયા અને પેસિફિક ક્ષેત્રના છે.

Unicefના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરનું કહેવુ છે કે, લગ્નને કારણે નાનપણ છીનવાઈ જાય છે. નાનપણમાં રમવાની ઉંમરમાં જવાબદારીઓના બોજા તળે બાળકો દબાઈ જાય છે. નાની ઉંમરમાં લગ્ન થવાને કારણે બાળકો જલદી પિતા બની જાય છે અને તેને કારણે પરિવારની સાર-સંભાળ યોગ્યરીતે નથી કરી શકાતી અને તેમના શિક્ષણમાં અડચણો ઊભી થાય છે.

રિપોર્ટ અનુસાર, સૌથી વધુ બાળ વિવાહ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં થાય છે. અહીંના 28 ટકા છોકરાઓના લગ્ન 15 વર્ષ કરતા ઓછી ઉંમરમાં થઈ જાય છે. Unicefને પોતાના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, બાળ વિવાહના મોટાભાગના મામલા ગરીબ લોકોની વચ્ચે છે, જે ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે અને જેમનું શિક્ષણ ખૂબ જ ઓછું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp