22 જાન્યુઆરીએ એક બીજા સાથે ફક્ત 2 ડિગ્રીની દૂરી પર નજર આવશે આ ગ્રહ, જાણો

PC: livehindustan.com

શુક્ર જેને અંગ્રેજીમાં વીનસ એટલે કે સુંદરતાની દેવી કહેવામાં આવે છે. જ્યોતિષમાં તેને સ્ત્રી ગ્રહ પણ માનવામાં આવે છે. આ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે અને તેને દૈત્યગુરુ પણ માનવામાં આવે છે. એ 22 જાન્યુઆરી મંગળવારે દેવતાઓના ગુરુ અને સૌરમંડલના સૌથી વિશાળ ગ્રહ બૃહસ્પતિની સાથે અનોખો સંયોગ નજર આવશે. બીજા શબ્દમાં કહીએ તો દેવ અને દૈત્ય ગુરુનો આ દુર્લભ સંયોગ થશે.

આ વર્ષે 2019 ની આ એક અન્ય ખગોળીય ઘટનાઓમાંથી એક હશે. 22 જાન્યુારીના રાત્રે 12 વાગે આકાશમાં આ બંન્ને ગ્રહો એકબીજાને ખૂબ નજીક હશે. ખગોળ શાસ્ત્રીઓ મુજબ આ બંન્ને ગ્રહો એક બીજાથી ફક્ત 2 ડિગ્રીની દૂરી પર નજર આવશે. એમાં એક દિવસ પહેલા એટલે કે 21 જાન્યુઆરીની રાત્રે દુનિયાના કેટલાક ભાગમાં ચંદ્ર ગ્રહણનો નજારો જોવા મળશે. ફક્ત એટલુ જ નહી 30 જાન્યુઆરીની રાત્રે એક બીજા સંયોગ સાથે લોકોની આંખોને મોહી લેશે. એમાં શુક્ર અને બૃહસ્પતિની સાથે ચંદ્રમા પણ નજીક આવી જશે. 31 જાન્યુઆરીની રાત સુધી આ ત્રણે આકાશીય પિંડ એક સાથે આવી જશે. ચંદ્રમાની શુક્ર ગ્રહ સાથે દુરી 2 ડિગ્રીના એન્ગલ પર નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp