આ મંદિરની વિશ્વમાં થઇ ચર્ચા કારણ કે, 48 કલાકમાં 30 હજાર પશુઓની બલી અપાઈ

PC: telegraph.co.uk

હજુ પણ ઘણા મંદિરો એવા છે કે, જ્યાં ધર્મના નામે અબોલ પશુઓની બલી આપવામાં આવે છે, ત્યારે આજે એક એવા મંદિરની વાત કરવી છે કે, જ્યાં પાંચ વર્ષમાં એક વાર માતાજીની આરાધના કરવા માટે એક એવા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે કે, જેમાં મનુષ્યો દ્વારા હજારો અબોલ પશુઓનું કતલ કરવામાં આવે છે અને તેના કારણે બે દિવસમાં તે મંદિર વિશ્વનું સૌથી મોટું કતલખાનું પણ બની જાય છે. આ મંદિરનું નામ ગઢીમાઈ મંદિર છે અને આ મંદિરના મેળામાં પશુઓની બલી આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે.

એક રિપોર્ટ અનુસાર આ મંદિર દક્ષિણી નેપાળમાં કાઠમાંડૂથી 100 કિલોમીટર દૂર બૈરિયાપુરમાં આવેલું છે. જે ગઢીમાઈ મંદિરથી વિશ્વમાં પ્રચલીત છે. ગઢીમાઈ મંદિરમાં દર પાંચ વર્ષે શક્તિની દેવી ગઢીમાઈનાં સન્માનમાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં ભાગ લેવા માટે નેપાળના જ નહીં પરંતુ ભારતથી પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. લાખો લોકોની ભીડ વાળા ઉત્સવમાં બે દિવસમાં હજારો પશુઓની બળી ચઢાવવામાં આવે છે. ઉત્સવ પૂરો થયો મંદિરની ચારે તરફ પશુઓના મૃતદેહ જ જોવા મળે છે. આ વર્ષે 3 અને 4 ડિસેમ્બરના રોજ મંદિરમાં ઊત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બે દિવસના સમયમાં 30 હજાર પશુઓની બલીઓ આપવામાં આવી છે.

આટલી મોટી સંખ્યામાં પશુઓની હત્યા થતા પશુ અધિકાર કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે અને જેના કારણે ત્યાની સુપ્રીમકોર્ટે પણ ઉત્સવ કમિટીને આ બાબતે આદેશો આપ્યા છે. 2009થી આ મંદિર પર પશુઓની બલી રોકવા પર પ્રેસર કરવામાં આવે છે પરંતુ દર પાંચ વર્ષે હજારો પશુઓની બલી આપવામાં આવે છે. દુનિયામાં એક માત્ર આવા ઉત્સવનું આયોજન થાય છે કે, જ્યાં માત્ર બે દિવસમાં આટલી મોટી સંખ્યામાં પશુઓનું કતલ કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp