ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને કેમ કહ્યું 'અમે મૂર્ખ નથી'

PC: businessinsider.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ભારતે ભલે અમેરિકન મોટરસાયકલો પર આયાત કર 100થી 50 ટકા કરી દીધો છે, પરંતુ તે હજુ પણ વધારે અને અસ્વીકાર્ય છે. ટ્રમ્પે કહ્યું કે, તેમની આગેવાનીમાં અમેરિકાને હવે વધુ મૂર્ખ ન બનાવી શકાશે. ટ્રમ્પે કહ્યું કે, અમે મૂર્ખ દેશ નથી, તમે ભારતને જુઓ જે અમારો સારો મિત્ર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમે જુઓ તમે શું કર્યું, મોટરસાયકલ પર 100 ટકા ટેક્સ. અમે તેમની પાસેથી કોઈ ચાર્જ નથી લીધો. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પે આ વાત સોમવારે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતમાં અમેરિકન મોટરસાયકલ Harley Davidson પર લગાવવામાં આવી રહેલા આયાત શુલ્ક તરફ ઈશારો કરી રહ્યા હતા. ટ્રમ્પ માટે આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે અને તેઓ ઈચ્છે છે કે, ભારત તેના પર લગાવવામાં આવી રહેલા બધા જ ટેરિફને દૂર કરી દે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, જ્યારે અમે અહીંથી મોટરસાયકો મોકલીએ છીએ તો તેના પર 100 ટકા ટેક્સ લાગે છે, પરંતુ જ્યારે તેઓ પોતાના દેશમાંથી અહીં મોટરસાયકો મોકલે તો અમે કોઈપણ ટેક્સ નથી લગાવતા. ટ્રમ્પે કહ્યું કે, તેમણે PM મોદી સાથે આ મુદ્દા પર વાત કરી છે અને કહ્યું કે આ એકદમ અસ્વીકાર્ય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, PM મોદીએ એક પોન કોલ પર ટેક્સ 50 ટકા કરી દીધો છે. પરંતુ હજુ પણ તે વધુ છે અને તેનો સ્વીકાર ના કરી શકાય. ટ્રમ્પે કહ્યું કે, બંને દેશ આ મુદ્દાને સોલ્વ કરવા માટે કામ કરી રહ્યા છે. એક સવાલના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે એવી બેંક બની ગયા છીએ, જેને સૌ કોઈ લૂંટવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તેઓ આ કામ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે. અમારી વેપાર ખાધ 800 બિલિયન અમેરિકી ડૉલર સુધી પહોંચી ગઈ છે. તમે જ જણાવો આવા સોદાઓ કોણે કર્યા.

જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી જીત બાદ અમેરિકાને આશા છે કે, પોતાના બીજા કાર્યકાળમાં આર્થિક સુધારાઓને આગળ વધારવા માટે તેમની પાસે વધુ સ્વતંત્રતા હશે. તેને કારણે એક વ્યવસાય અનુકૂળ માહોલ બનાવવામાં મદદ મળશે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે શુક્રવારે મીડિયામાં આ સમાચાર છપાઈ રહ્યા છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું હવે પછીનું નિશાન ભારત હોઈ શકે છે, એવામાં ભારત વિરુદ્ધ સેક્શન-301 તપાસ શરૂ કરવાની વાત સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp