આ કંપની કર્મચારીને અઠવાડિયામાં આપશે 3 દિવસની રજા, કામના કલાકો પણ ઓછા કર્યા

PC: i.insider.com

બ્રિટનમાં એક બેંકે પોતાના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. તે પણ પગાર કપાત વિના. આ પ્રકારનું પગલું લેનારી આને યૂકેની સૌથી મોટી કંપની કહેવામાં આવી રહી છે. Atom બેંકે મંગળવારે એક જાહેરાતમાં કહ્યું કે, તેણે પોતાના 430 કર્મચારીઓના અઠવાડિયાના કલાકોને પણ 37.5 થી ઘટાડીને 34 કલાક કરી દીધા છે. કંપનીના મોટાભાગના કર્મચારી ક્યાં તો સોમવારથી રજા પર રહેશે કે પછી શુક્રવારથી. બ્રિટિશ બેંકની આ પોલિસી 1 નવેમ્બરથી લાગૂ થઇ છે. આને બેંકના કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અને પ્રોડક્ટિવિટીમાં સુધારાને ધ્યાનમાં લેતા લાગૂ કરવામાં આવી છે. કંપનીના મોટાભાગના કર્મી બેંકની નવી પોલિસી હેઠળ કામ કરી રહ્યા છે.

એટમ બેંકના સીઈઓ માર્ક મુલેને કહ્યું કે, ફોર ડે વર્ક પોલિસી અમારા કર્મચારીઓને જુસ્સાની સાથે આગળ વધવાની તકો આપશે. તે પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપી શકશે. જેનાથી તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં તાલમેલ બનશે.

કંપનીના CEOએ કહ્યું કે, નવી પોલિસી લાગૂ થયા પછી હજુ સુધી પ્રોડક્ટિવિટી કે કસ્ટમર સર્વિસના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો નથી. જોકે આમાં એડજસ્ટ થવાના લોકોને સમય લાગશે. જો તમે તમારા જીવનના 20 વર્ષ એક જ મોડલમાં વિતાવ્યા છે અને અચાનક તમને નવા મોડલમાં ફેંકી દેવામાં આવે તો શુક્રવારે સવારે ઉઠીને તમે વિચારશો કે આ આખા સમયનું હું શું કરું.

આઇસલેન્ડમાં 2015 અને 2019ની વચ્ચે થયેલી સ્ટડી અનુસાર, સમાન દરે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરનારા કર્મચારીઓની પ્રોડક્ટિવિટીમાં કોઇપણ રીતનો ઘટાડો આવ્યો નથી. બલ્કે આ કર્મીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ છે.

આ પહેલા ન્યૂયોર્ક શહેરની એલીફેંટ વેંચર્સ નામની એક સોફ્ટવેર એન્ડ ડેટા એન્જીનિયરિંગ કંપનીએ કહ્યું હતું કે તેણે ઓગસ્ટ 2020માં સફળ ટેસ્ટિંગ પછી પોતાને ત્યાં અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની પોલિસીને હંમેશા માટે લાગૂ કરી દીધી છે. મુલેને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની પોલિસીને 20મી સદીનો અવશેષ ગણાવ્યો છે. જે હવે ફિટ બેસતું નથી. તેમને આશા છે કે હવે ઘણી કંપનીઓ એટમ બેંકની આ નીતિને આગળ વધારશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp