લગ્નના થોડા જ દિવસો પછી કન્યા છોડી ગઈ, લાઉડસ્પીકર લઈને પતિ પહોંચ્યો તેના ઘરે!

PC: zeenews.india.com

ચીનના હેનાન પ્રાંતના રહેવાસી પતિનું કહેવું છે કે, તેણે લગ્નમાં 50 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે જ્યારે લગ્ન તૂટવાના છે ત્યારે તેને પૈસા પરત કરવા જોઈએ. તેણે પત્નીના ઘરની બહાર એક બેનર ચોંટાડ્યું છે. તેમાં તેણે પૈસા પાછા આપવાનું લખેલું છે. આ સિવાય પતિએ લાઉડસ્પીકર પણ લગાવ્યું છે, જેના દ્વારા તે પોતાની માંગનું પુનરાવર્તન કરે છે.

લગ્નના એક મહિના પછી જ એક વ્યક્તિએ તેની પત્નીથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. લગ્નમાં તેણે 50 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. હવે તે તેની પત્ની પાસેથી 16 લાખ રૂપિયા પરત માંગી રહ્યો છે.

આ માટે તે વ્યક્તિએ તેની પત્નીના ઘરની બહાર બેનર અને લાઉડસ્પીકર લગાવ્યા છે. તેના દ્વારા તે લગ્નમાં ખર્ચવામાં આવેલા પૈસા પરત કરવાની માંગ કરી રહ્યો છે. ચીનના સોશિયલ મીડિયા પર તેના આ પગલાની ચર્ચા થઈ રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, હેનાન પ્રાંતની રહેવાસી 25 વર્ષીય હોઉએ લી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2021માં ઓનલાઈન મળ્યા હતા. પરંતુ લગ્નના થોડા દિવસો પછી બંને વચ્ચે અણબનાવ થયો, જેના કારણે લી ઘર છોડીને ચાલી ગઈ હતી.

જ્યારે સમજાવટથી પણ કામ ના બન્યું તો, હોઉએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. પરંતુ ત્યારબાદ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી હોઉએ ફરીથી અપીલ દાખલ કરી. હવે આ કેસની સુનાવણી આવતા મહિને થશે.

હોઉ કહે છે કે, તેણે લગ્નમાં લગભગ 58 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ હવે જ્યારે લગ્ન તૂટવાના છે, ત્યારે તેને પૈસા પરત કરવા જોઈએ. હોઉ તેની પત્ની લી પાસેથી 16 લાખ પરત માંગી રહ્યો છે. આ માટે તેણે અનોખી પદ્ધતિ અપનાવી છે.

તેઓએ લીના ઘરની બહાર એક બેનર ચોંટાડ્યું છે. પૈસા પાછા આપવાનું લખેલું છે. આ સિવાય તેણે લાઉડસ્પીકર પણ લગાવ્યું છે, જેના દ્વારા તે પોતાની માંગનું પુનરાવર્તન કરી રહ્યો છે.

હોઉનું કહેવું છે કે તેણે લગ્નમાં તેના સંબંધીઓ પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા હતા. બાકીની રકમ તેણે અને તેના માતા-પિતાએ એકઠી કરી હતી. લગ્ન ધામધૂમથી થયા. જેમાં લીને એક કાર, રોકડ અને કેટલીક ભેટ આપવામાં આવી હતી. પરંતુ અમે ફક્ત તે જ ઘરેણાં પરત માંગીએ છીએ જે અમે તેના માટે ખરીદ્યા હતા અને તેને આપ્યા હતા. દાગીનાની કિંમત 5 લાખ અને રોકડમાં આપેલી રકમ 11 લાખ હતી. આ રીતે, અમે કુલ રૂ. 16 લાખ પાછા મળે તેવું ઇચ્છીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનમાં લિંગ અસમાનતાને કારણે છોકરાઓ છોકરીઓને 'દહેજ' આપે છે. હાલમાં આ કપલની કહાની ચીની સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp