ડૉક્ટરે કહ્યું મૃત્યુ થયું, ઘરવાળા દફનાવા લઇ ગયા તો જીવતી થઇ ગઇ મહિલા

PC: punjabkesari.in

કેટલીકવાર આપણી સામે અજીબો ગરીબ ઘટનાઓ બનતી હોય છે. એ જોઇને આપણે આશ્ચર્યચકિત થઇ જતા હોઇએ છીએ. પણ આપણને કોઇ વ્યક્તિ મરી ગયું હોય અને તે ફરી જીવિત થયું હોય એવું કહેવામાં આવે તો આપણે એ વાત સાંભળીને હસી પડતા હોઈએ છીએ. એક એવી જ આશ્ચર્યજનક ઘટના પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં બની હતી, જ્યાં ડૉક્ટરોએ એક મહિલાને મૃત જાહેર કર્યા પછી તેને દફનાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એ મહિલા જીવિત થઇ ઉઠી હતી.

પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં 50 વર્ષીય મહિલા રશીદાને મૃત જાહેર કરી દેવામાં આવી હતી અને જ્યારે આ મહિલાને દફનાવતા પહેલા તેના પરિવારજનો તેને નવડાવી રહ્યા હતા એ સમયે મહિલા જીવિત થઇ ગઈ હતી. મળતા અહેવાલો અનુસાર, રશીદા બીબીને કરાચીની અબ્બાસી શહીદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી.

એમ કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાને દફનાવતા પહેલા નવડાવવામાં આવી રહી હતી, ત્યારે જ એ મહિલા અચાનક ઉભી થઈ ગઈ હતી. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, રશીદાની વહૂ શબાનાએ કહ્યું હતું કે, તેમને (રશીદાને) મુર્દા ઘરમાં મોકલી દેવામાં આવ્યા હતા. અમે લોકો જ્યારે તેમને દફનાવતા પહેલા નવડાવતા હતા ત્યારે એક મહિલાને એ જોઈને આશ્ચર્ય થયું હતું કે, તેમના (રશીદાના) હાથ, પગ હાલી રહ્યા હતા. ત્યારે તરત જ અમે તેમની નાળીઓ તપાસી તો અમને ખબર પડી કે તેમના શ્વાસ ચાલી રહ્યો છે. એ મહિલા રશીદાની હવે ફરી એ જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેને મૃત જાહેર કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp