ટોપલેસ ફોટો પોસ્ટ કરી વિવાદોમાં આવેલી 27 વર્ષીય પોર્ન સ્ટાર ઘરમાં મૃત મળી આવી

PC: foxnews.com

300થી વધુ પોર્ન ફિલ્મોમાં કામ કરનારી ડકોટા સ્કાયનું રહસ્યમયી મૃત્યુ થયુ છે. 27 વર્ષની ડકોટાની લાશ તેના ઘરમાંથી મળી આવી હતી. પતિ જ્યારે ઘરે પહોંચ્યો, તો આ ઘટનાની ખબર પડી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. વેબસાઈટ મિરરના રિપોર્ટ પ્રમાણે, ટોપલેસ પોઝને લઈને વિવાદોમાં ઘેરાયેલી પોર્ન સ્ટારનું આ રીતે મોત થતા ઘણા સવાલો ઊભા થયા છે. લોસ એન્જેલસ સ્થિત આવાસમાં ડકોટા સ્કાયની લાશ મળી આવી છે. ડકોટા સ્કાયનું અસલી નામ લોરન કેય સ્કાય હતું. ડકોટાના પતિએ પોલીસને તેના મૃત્યુ અંગેની જાણ કરી હતી. ડકોટા સ્કાયના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. રિપોર્ટ્સ પ્રમાણે, તે પોતાની પર્સનલ લાઈફમાં ઘણી પરેશાન હતી. સ્કાયે થોડા દિવસો પહેલા જ્યોર્જ ફ્લોઈડના ફોટા પાસે ટોપલેસ પોઝ આપ્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણો વિવાદ થયો હતો. એટલું જ નહીં પરંતુ, આ ફોટા પછી તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

તે ઓનલાઈન ટ્રોલ્સને લઈને ઘણી પરેશાન હતી. જેના પછી તે જ્યોર્જ ફ્લોઈડના ફોટા સામે કેમેરાને ફ્લેશ કરતી જોવા મળી હતી. જણાવી દઈેએ કે, જ્યોર્જ ફ્લોઈડને ગયા વર્ષે પોલીસે મારી નાંખ્યો હતો. આ ફોટાના સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર તેને લઈને જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. મૂળ ટેમ્પા બે, ફ્લોરિડામાં રહેનારી પોર્ન સ્ટારે 4મેના રોજ આ વિવાદાસ્પદ ફોટાને કેપ્શન સાથે અપલોડ કર્યો હતો કે, જ્યોર્જ ફ્લોઈડ દિવસની શુભકામનાઓ. બધાને સમાનતા અને નિષ્પક્ષતાનો અધિકાર છે.

જોકે આ પોસ્ટ શેર કર્યા પછી તેને લોકો ગમે તેમ બોલવા લાગ્યા હતા, જેમાં એક યુઝરે ફોટા પર ગંભીર ટિપ્પણી કરી અને બીજાને પૂછ્યું કે, ડબલ્યુટીએફનું જ્યોર્જ ફ્લોઈડના મોતથી શું લેવા દેવા છે. જ્યારે સ્કોટે આ દાવો કરતા આ કદમનો બચાવ કર્યો કે તે મનુષ્યો વિરુદ્ધ પોતાના અધિકારનો દુરુપયોગ કરવાની સાથે ખરાબ પોલીસની તપાસ કરી રહી હતી. જણાવી દઈએ યુવા અભિનેત્રી 300થી વધુ પોર્ન ફિલ્મોમાં દેખાઈ ચુકી છે અને 2015ના એવીએન એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ ન્યૂ સ્ટારલેટ માટે નોમિનેટ થઈ હતી. જેને પોર્ન સ્ટારનો ઓસ્કાર કહેવામાં આવે છે.

સ્કોટની કાકી લિંડા આર્ડેને કહ્યું કે, તેની ભત્રીજી દારૂ અને ફેન્ટેલાઈનની લતથી ઝઝૂમી રહી હતી. ધ સન સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, તેના વાસ્તવિક જીવવની સ્ટોરી અને તે આ ઉદ્યોગમાં કેવી રીતે આવી તે એક મોટી ઘટના છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp