શું સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો ફોન કરાવ્યો હતો હેક

PC: scmp.com

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને Amazonના CEO જેફ બેજોસનો 2018માં મોબાઈલ ફોન હેક કરાવી લીધો હતો. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને પોતાના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, સાઉદી ક્રાઉન પ્રિન્સે પર્સનલ નંબરથી મોકલેલા એક WhatsApp મેસેજ બાદ Amazonના CEO જેફ બેજોસનો ફોન હેક થઈ ગયો હતો.

ડિજિટલ ફોરેન્સિક એનાલિસિસના જણાવ્યા અનાસર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નંબર પરથી મોકલવામાં આવેલા મેસેજમાં એક કરપ્ટ ફાઈલ હતી, જેને કારણે Amazonના CEOનો ફોન હેક થઈ ગયો હતો. બેજોસ અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટના પણ માલિક છે. વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગ્ઝીની હત્યામાં પોતાની ભૂમિકાને લઈને સાઉદી અરબ ઘેરાયેલું હતું.

આ અંગે મળતા રિપોર્ટ અનુસાર, ફોન હેકિંગ પહેલા જેફ બેજોસ અને સાઉદી ક્રાઉનની વચ્ચે ઘણી મિત્રતાભરી વાતચીત થતી રહેતી હતી. બેજોસને કરપ્ટ વીડિયો ફાઈલ મોકલ્યાના થોડાં જ કલાકમાં તેમના ફોનનો તમામ ડેટા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યો હતો. જોકે, જેફ બેજોસના ફોનમાંથી મળેલી જાણકારીનો ક્રાઉન પ્રિન્સે ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો તે અંગે કોઈ માહિતી નથી.

Amazonના અમેરિકી ફાઉન્ડરને ઘેરવામાં સાઉદીની ભૂમિકા હોવાના ખુલાસા બાદ વોલ સ્ટ્રીટથી લઈને સિલિકોન વેલીમાં સનસની ફેલાઈ ગઈ છે. તેને કારણે ક્રાઉન પ્રિન્સ સલમાનની પશ્ચિમી નિવેશકોને સાઉદી અરબ તરફ ખેંચવાના પ્રયત્નોને પણ ઝટકો લાગી શકે છે.

સાઉદી ક્રાઉન પ્રિન્સ પર ઘણા સવાલો ઊભા થવાના છે કે, તેમના મેસેજના નવ મહિના બાદ એક અમેરિકી ટેબ્લોયડે કઈ રીતે બેજોસના અંગત જીવનથી લઈને તેમના WhatsApp મેસેજ સુધીના તમામ ગુપ્ત જાણકારી છાપી દીધી હતી. વર્ષ 2018માં જેફ બેજોસના ફોનના કથિતરીતે હેકિંગની ઘટનાના પાંચ મહિના બાદ જ વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાશોગ્ઝીની હત્યા કરી દેવામાં આવી હતી.

જોકે, બેજોસનો ફોન હેક કરવાનો સાઉદી પ્રિન્સે ઈનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, ખાશોગ્ઝીની હત્યામાં તેમની કોઈ ભૂમિકા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp