દિલ્હી હિંસા પર ઈમરાન ખાને ભડકીને કરી પાકિસ્તાની હિંદુઓ પર આ વાત

PC: indiatimes.com

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દિલ્હી હિંસાને લઈને ઘણા ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. પાકિસ્તાની PM ઈમરાન ખાને દિલ્હી હિંસા પર ભારત સરકારને ઘેર્યા બાદ પોતાના દેશના અલ્પસંખ્યકોની સુરક્ષા કરવાની પણ વાત કહી હતી.

ઈમરાન ખાને ટ્વીટ કર્યું હતું કે, આજે ભારતમાં અમે જોઈ રહ્યા છીએ કે કરોડોની આબાદીવાળા પરમાણુશક્તિ સંપન્ન દેશ પર નાઝીવાદથી પ્રેરિત RSS વિચારધારાનું નિયંત્રણ થઈ ગયું છે. જ્યારે પણ નસ્લવાદી વિચારધારા પર આધારિત નફરત ફેલાય છે, તો તે ખૂની સંઘર્ષની તરફ જ આગળ વધે છે.

બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને આપવામાં આવેલા સંબોધનમાં પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, જ્યારે જિન બોટલમાંથી બહાર આવશે, ખૂની ખેલ રમાશે અને ખરાબ સમય આવશે. કાશ્મીર એક શરૂઆત હતી. હવે ભારતના 20 કરોડ મુસ્લિમોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે તરત જ એક્શન લેવા જોઈએ.

ત્યારબાદ ઈમરાન ખાને પોતાના દેશના અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કહ્યું, હું પોતાના નાગરિકોને એ ચેતવણી આપું છું કે, પાકિસ્તાનમાં જો કોઈએ પણ બિન મુસ્લિમો અથવા તેમના ધાર્મિક સ્થળોને નિશાનો બનાવ્યા તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારા અલ્પસંખ્યકો આ દેશના સમાનરીતે નાગરિક છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ બુધવારે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, ભારતમાં સુરક્ષાદળોએ મસ્જિદ નષ્ટ કરવા જેવા બર્બર કૃત્યો વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ.

આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ પણ દિલ્હી હિંસાને લઈને કહ્યું હતું કે, પાકિસ્તાનનો નાગરિકતા કાયદાને લઈને જે પક્ષ હતો, તેને હવે દિલ્હી હિંસા દ્વારા સમજી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp