એસ્ટ્રાજેનેકાની રસી લગાવનારાઓમાં બ્લડ ક્લોથની સમસ્યા, બાળકોના ટ્રાયલ પર રોક

PC: indiatimes.com

ફરી એકવાર કોરોના વાયરસે જોર પકડતા હવે દુનિયાના ઘણાં દેશોમાં રસી લગાવવાને લઇ ભાર આપવામાં આવી રહ્યું છે. તેમાં પણ ખાસ બાળકોને રસી મૂકાવવાની તૈયાર જોરમાં છે. બ્રિટેનની એસ્ટ્રાજેનેકા વેક્સીન પહેલીવાર બાળકોને લગાવવામાં આવી હતી, ત્યાર બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ આ વેક્સીન લગાવનારાઓમાં બ્લથ ક્લોથ(લોહીના ગઠ્ઠા) બનવાની ખબર સામે આવ્યા પછી રોક લગાવી દીધી છે.

યૂરોપીય મેડિસીન એજન્સીએ વેક્સીન અને બ્લડ ક્લોથની વચ્ચે સંબંધ મોજૂદ હોવાની વાત કહી છે. આ એજન્સીના એક અધિકારીએ દાવો કર્યો કે, આનો વેક્સીન સાથે સંબંધ છે, પણ આ રિએક્શનનું કારણ શું છે તે અંગે કારણ જાણવા મળ્યું નથી.

એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સીન લગાવનારાઓમાં બ્લડ ક્લોથ થવાની ખબર આવ્યા પછી બ્રિટનમાં બાળકો પર ટ્રાયલ કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ મંગળવારે એક નિવેદન બહાર પાડી કહ્યું કે, વયસ્કોમાં બ્લડ ક્લોથ થવાની રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. જ્યાં સુધી તેની પાછળના કારણોની જાણ ન થાય ત્યાં સુધી બાળકોને એસ્ટ્રાજેનેકા વેક્સીન આપવામાં આવશે નહીં.

300 બાળકો પર ટ્રાયલ થવાની હતી

જણાવી દઇએ કે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોના વાયરસ વેક્સીનનું બાળકો પર ટ્રાયલ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન બાળકોને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા વેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યા હતા. આ ટ્રાયલ 6 થી 17 વર્ષની ઉંમરના 300 બાળકો પર કરવામાં આવી રહી હતી. પણ વેક્સીન લેનારાઓમાં બ્લડ ક્લોથની ખબર સામે આવ્યા પછી આ ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી છે.

ઘણાં દેશોએ વેક્સીન પર રોક લગાવી

માર્ચમાં ઈટલી સહિત ઘણાં દેશોની સરકારોએ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીનના રસીકરણ પર બેન લગાવી દીધું હતું. વેક્નસીનના ઉપયોગ પર રોક લગાવ્યા પછી યૂરોપીય મેડિસીન એજન્સીએ સ્પષ્ટ કર્યું કે આના ફાયદા ખતરા કરતા વધારે છે અને તેનો ઉપયોગ ચાલુ રાખવો જોઇએ. પણ તેણે એ પણ જણાવેલું કે વેક્સીન અને બ્લડ ક્લોથની વચ્ચે સંબંધની સંભાવના હોઇ શકે છે અને તે બાબતે સંશોધિત મૂલ્યાંકન કરવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp