ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું બાંગ્લાદેશ, આ છે કારણ

PC: dw.com

બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્ર (UN)ને અપીલ કરી છે કે, બંગાળની ખાડીના દક્ષિણી ભાગમાં સમુદ્રી સીમાને લઈને ભારત સાથે જૂના વિવાદને સોલ્વ કરવામાં આવે. એક રિપોર્ટ મુજબ, સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં બાંગ્લાદેશના એક સ્થાયી મિશને ભારત વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને બે અપીલ દાખલ કરી છે. બાંગ્લાદેશના પૂર્વ સચિવ શાહીદુલ હકે એનાદોલુ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ વિવાદ બંને દેશો વચ્ચે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. આ મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે ડઝનો દ્વિપક્ષીય બેઠક પણ થઈ છે પરંતુ. તેઓ આ મુદ્દાનું નિવારણ કરવામાં અસફળ રહ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, હવે બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો નિર્ણય લીધો છે અને અમને આશા છે કે સંયુક્ત રાષ્ટ્ર આ મુદ્દે સ્થાયી સમાધાન કાઢવામાં સફળ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્રમાં અરજી દાખલ કરવા સાથે જ પોતાની ભૂમિકા ભજવી દીધી છે. આ વર્ષના એપ્રિલ મહિનામાં ભારતે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને બાંગ્લાદેશ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી બેઝ લાઇનને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. ઢાકા યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ રિલેશન્સના પ્રોફેસર અને રાજદૂત વિશ્લેષક ચૌધરી રફીકુલ અબરારે એનાદોલુ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, બંગાળની ખાડી બાંગ્લાદેશ માટે એક અનોખુ અને મહત્ત્વપૂર્ણ સંશાધન છે અને બાંગ્લાદેશની સંપ્રભુતાનો સંબંધ આ દેશના સમુદ્રી વિસ્તાર સાથે છે.

રફીકુલે ભારતને આગ્રહ કર્યો કે તેઓ આ વિવાદને સોલ્વ કરવામાં સમુદ્રી કાયદાને લઈને સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનના પ્રાવધાનોનું પાલન કરે. તેમણે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ દાવો કરી રહ્યા છે કે બંને દેશ વચ્ચે સારા સંબંધ છે. એવામાં મને આશા છે કે બંને જ દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લેવામાં આવનારા નિર્ણયને સ્વીકારતા આ દશકો જૂના વિવાદને સોલ્વ કરવામાં સફળ થશે. સંયુક્ત રાષ્ટ્રમાં બાંગ્લાદેશના દાવા મુજબ ભારતનો બેઝ પોઈન્ટ 89 બાંગ્લાદેશની સમુદ્રી સીમા પાસે સ્થિત છે.

બંગાળની ખાડી દક્ષિણ અશિયન વિસ્તારમાં રણનૈતિક રૂપે ખૂબ મહત્ત્વપૂર્ણ છે જે બાંગ્લાદેશ, ભારત અને મ્યાંમાર જેવા દેશો વચ્ચે વિભાજિત છે. બંગાળની ખાડી ખાસ કરીને બાંગ્લાદેશ માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે, આ જગ્યા હિલ્સા અને અન્ય કેટલીક માછલીઓનો મુખ્ય સ્ત્રોત છે. કિનારા પાસે રહેનારા લાખો લોકો બંગાળની ખાડીમાં માછલી પકડીને ગુજરાન ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp