દુનિયાના ટોચના ધનકુબેરોની યાદીમાં ઉલટફેર, ગૌતમ અદાણી ચોથા નંબરે અને મુકેશ...

PC: siasat.com

દુનિયાના ટોચના બિલિયોનર લિસ્ટમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. કંપનીના શેરોમાં પડેલાં ગાબડાંના કારણે દુનિયાના ટોપ-10 ધનકુબેરોમાં સામેલ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ મોટા ગાબડાં પડી ગયા છે. હવે અદાણી ત્રીજા નંબર પરથી સરકીને ચોથા નંબર પર જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તો ટોપ-10 લિસ્ટમાંથી જ બહાર થઇ ગયા છે. અંબાણી સીધા 12મા નંબરે પહોંચી ગયા છે.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આમ તો લાંબા સમયથી ત્રીજા નંબર પર કબ્જો જમાવીને બેઠા હતા, પરંતુ હવે તેઓ ચોથા નંબર પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના અહેવાલ મુજબ, ગૌતમ અદાણી 120 અરબ ડોલરની નેટવર્થ સાથે ચોથા સ્થાને પહોંચી ગયા છે. છેલ્લાં 24 કલાકમાં જ અદાણીની સંપત્તિમાં 872 મિલિયન ડોલરનું મોટું ગાબડું પડી ગયું હતું.

બ્લૂમબર્ગ બિલિયોનર્સ લિસ્ટમાં ગૌતમ અદાણી અને અમેઝોનના કો- ફાઉન્ડર જેફ બેજોસની વચ્ચે ત્રીજા નંબરની લડાઇ લાંબા સમયથી જોવા મળી રહી હતી. છેલ્લાં 24 કલાકમાં અદાણીની સંપત્તિ ઘટી તો બેજોસની સંપતિમાં 216 મિલિયન ડોલરનો વધારો થયો, જેને કારણે બેજોસની કુલ નેટવર્થ 121 અરબ ડોલર પર પહોંચી ગઇ. સંપતિ વધવાને કારણે બેજોસ ચોથા નંબર પરથી ત્રીજા નંબરે અને અદાણી ત્રીજા પરથી ચોથા નંબરે પહોંચી ગયા.

ફ્રાંસના અરબપતિ બર્નાર્ડ અર્નોલ્ટ 188 ડોલરની નેટવર્થની સાથે લગાતાર દુનિયાના સૌથી અમીરોની યાદીમાં પહેલા નંબરે બિરાજમાન છે. તો એલન મસ્ક 145 અરબ ડોલરની સંપત્તિ સાથે બીજા નંબર પર છે. માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ 111 ડોલરની સંપત્તિ સાથે પાંચમા નંબર પર છે અને દિગ્ગજ ઇન્વેસ્ટર વોરેન બફેટ 108 અરબ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા નંબર પર છે.

અન્ય અમીરોની વાત કરીએ તો લેરી એલિસમ 99.5 અરબ ડોલરની નેટવર્થ સાતે સાતમા નંબરે, લેરી પેજ 92.3 અરબ ડોલરની નેટવર્થ સાથે આઠમા નંબરે, સર્ગઇ બ્રિન 88.7 અરબ ડોલરની નેટવર્થ સાથે નવમા નંબરે અને સ્ટીવર બાલ્મર 86.9 અરબ ડોલરની નેટવર્થ સાથે 10મા નંબર પર છે.

ટોપ 10 બિલિનોયનર્સની યાદીમાં અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 8મા સ્થાન પર લાંબા સમયથી હતા. પરંતુ હવે તેઓ 12મા નંબરે પહોંચી ગયા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં 24 કલાકમાં  457 મિલિયન ડોલરનું ધોવાણ થઇ ગયું હતું. મુકેશ અંબાણીની નેટવર્થ 84.7  અરબ ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp