લગ્નના 27 વર્ષ બાદ અલગ થયા બિલ ગેટ્સ અને મેલિંડા, છૂટાછેડાની કરી જાહેરાત

PC: people.com

માઈક્રોસોફ્ટ કંપનીના માલિક બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ પોતાના લગ્નના 27 વર્ષ પછી ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. મેલિન્ડા અને બિલ ગેટ્સે આ અંગે સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. થોડાં સમય પહેલા બોલિવુડમાં પણ જાણે ડિવોર્સ લેવાની સીઝન ચાલી રહી હતી તેમ ઘણા જાણીતા બોલિવુડ કપલ્સે લગ્નના ઘણા વર્ષો બાદ ડિવોર્સ લેવાની જાહેરાત કરી હતી.

બિલ ગેટ્સ અને મેલિન્ડા દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી વાતચીત અને પોતાના સંબંધ પર કામ કર્યા પછી અમે અમારા લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લાં 27 વર્ષોમાં પોતાના 3 બાળકોને ઉછેરીને મોટા કર્યા છે. અમે એક ફાઉન્ડેશન પણ બનાવ્યું છે, જે વિશ્વભરમાં લોકોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કામ કરે છે. અમે આ મિશન માટે એક જેવા જ વિચારો રાખશું અને સાથે કામ કરશું. જોકે હવે અમને લાગે છે કે, અમે જીવનના આગળના સમયમાં પતિ-પત્ની તરીકે સાથે રહી શકીશું નહીં. અમે અમારું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તેવામાં લોકો અમારા પરિવારને તેની સ્પેસ અને પ્રાઈવસી આપે તેવી અપેક્ષા છે.

જણાવી દઈએ કે, બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સની મુલાકાત 1987માં ન્યૂયોર્કના એક એક્સ્પો-ટ્રેડ ફેરમાં થઈ હતી. અહીં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. માઈક્રોસોફ્ટ કંપનીના કાર પાર્કિંગમાં બિલ ગેટ્સે મેલિન્ડાને તેમની સાથે બહાર ફરવા જવા માટેનું પૂછ્યું હતું. બિલે પૂછ્યું હતું કે, શું આગામી અઠવાડિયા માટે તું ફ્રી છે પરંતુ, મેલિન્ડાએ તેમનું પ્રપોઝલ નકારી દીધું હતું અને સમય આવવા પર  આ સવાલ કરવા કહ્યું હતું.

જેના પછી પણ બિલ ગેટ્સે હાર માની ન હતી અને ધીમે ધીમે તેમનો સંબંધ આગળ વધી રહ્યો હતો. થોડાં મહિનાઓ પછી તેમણે પોતાના સંબંધને ખરેખર સફળ બનાવ્યો હતો. 1993માં તેમણે સગાઈ કરી હતી અને 1994માં તેમણે લગ્ન કરી લીધા હતા. આજે તેમના ત્રણ બાળકો છે. મેલિન્ડા બિલ ગેટ્સના ખરાબ અને સારા બધા સમયે તેની પડખે ઊભી રહેલી જોવા મળી છે. પંરતુ અચાનક પોતાના ડિવોર્સની વાત જાહેર કરીને તેમણે સૌને એક ઝટકો આપી દીધો છે. બિલ ગેટ્સ સિવાય અનેક જાણીતા બિઝનેસમેનના પણ ડિવોર્સ ઘણા ચર્ચામાં રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp