Zoom કોલમાં વિદ્યાર્થીઓ સાથે લાઈવ હતો શિક્ષક, પત્ની સાથે રોમાન્સ કરવા લાગ્યો

PC: dailymail.co.uk

કોરોના કાળમાં મોટાભાગના લોકો હવે ઘરથી કામ કરી રહ્યા છે અને આ દરમિયાન અધિકારીઓ, નેતાઓની મીટિંગ અને બાળકોના ક્લાસ ઓનલાઇન થઈ રહ્યા છે. મીટિંગ દરમિયાન કેટલીક વખતે એવી ઘટનાઓ સામે આવી છે જે લોકો માટે શરમજનક વિષય બની ચૂકી છે. એવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક શિક્ષકની હરકત વાયરલ થઈ રહી છે, જેનો કારણે તેને પણ ખૂબ અફસોસ થશે. ડેઇલી મેલના એક રિપોર્ટ મુજબ, આ ઘટના કોલમ્બિયાની એક કેથલિક શાળાની છે. એક શિક્ષકે પોતાના ઓનલાઇન ક્લાસ જેવા જ પૂરા કર્યા કે તેની પત્ની તેની પાસે આવી ગઈ. શિક્ષક ઝૂમ ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો.

આ દરમિયાન શિક્ષક પોતાની પત્ની સાથે રોમાન્સ કરતો નજરે પડ્યો, પરંતુ જેવી જ તેની નજર સ્ક્રીન પર પડી તે સમજી ગયો કે તે ઓનલાઇન ક્લાસ બંધ કરવાનું ભૂલી ગયો છે. પછી તેણે બંધ તો કર્યું, પરંતુ આ ઘટના ત્યાં સુધી વાયરલ થઈ ચૂકી હતી. શિક્ષકને પોતાની આ ભૂલનો અનુભવ થઈ ગયો. તેને અનુભવ થઈ ગયો કે એમ ન થવું જોઈએ. ત્યારબાદ શિક્ષકે બધાની માફી માંગી. આ વીડિયો બાદ તેમણે એમ પણ કહ્યું કે નિશ્ચિત રૂપે એ મારી ભૂલ હતી, કેમ કે મને ખબર નહોતી કે ક્લાસના અંતમાં કેમેરો હજુ ચાલુ છે.

શિક્ષક આગળ કહ્યું કે કોઈ પણ ક્ષણે મેં એ જાણી જોઇને નથી કર્યુ, એ આકસ્મિક હતું. હું ગુનો કરવા માટે માફી માગું છું. જોકે એ કેથલિક સ્કૂલના પ્રિન્સિપાલે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શાળાના પ્રિન્સિપાલે એક નિવેદનમાં કહ્યું કે આ એક ગંભીર ઘટના હતી. જેમાં શિક્ષણના પ્રભારી શિક્ષકે અનુચિત કાર્ય કર્યું, વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. એવી જ બીજી એક ઘટના ત્યારે સામે આવી જ્યારે ગત દિવસોમાં કેનેડામાં એક સાંસદને એ વખતે શરમમાં મૂકાવું પડ્યું હતું જ્યારે તેઓ એક ડિજિટલ મીટિંગમાં હતા.

તેઓ આ દરમિયાન કપડા પહેર્યા વિના જ પહોંચી ગયા હતા. સાંસદ હાઉસ ઓફ કોમન્સની ડિજિટલ મીટિંગ માટે પહોંચ્યા હતા. જોકે તેમને નિર્વસ્ત્ર હાલતમાં જોઈને મીટિંગમાં ઉપસ્થિત લોકો હેરાન રહી ગયા હતા. એ સાંસદનું નામ વિલિયમ અમોસ છે. તેઓ વર્ષ 2015થી પોન્ટીએક ક્યુબિક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp