વિશ્વના મિસ્ટર હેન્ડસમ PM ટૂડો આવી રહ્યા છે ભારત, ગુજરાત પણ આવશે

PC: india.com

વિશ્વના સૌથી સ્માર્ટ એવાં કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો ભારતની સાત દિવસની યાત્રા માટે દિલ્હી પહોંચી રહ્યા છે. જસ્ટિન ટ્રૂડોની ભારત યાત્રા શરૂ થાય તે પહેલા બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક થઈ હતી.

જસ્ટિન ટ્રૂડો પ્રધાનમંત્રી તરીકે પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદીની 2015માં કેનેડા યાત્રા દરમિયાન ટ્રૂડો સાથે મુલાકાત લિબરલ પાર્ટીના નેતા તરીકે થઇ હતી. જસ્ટિન ટ્રૂડો પોતાની ભારત યાત્રા દરમિયાન રાજધાની દિલ્હી સિવાય આગ્રા, અમૃતસર, અમદાવાદ અને ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરના દર્શન પણ કરવાના છે.

જસ્ટીન ટૂડો પોતાની એથ્લેટ અને બોડી માટે ખાસ્સા ચર્ચાસ્પદ છે. મિસ્ટર હેન્ડસમ તરીકે તેઓ ખૂબ જાણીતા છે. તેમના ચાહકો વિશ્વના દરેક દેશમાં છે. ઈન્સટાગ્રામ પર તેમના 50 લાખ ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 55 લાખ અને ટવિટર પર 40 લાખ ફોલોઅર્સ છે. ભારત પ્રત્યે તેમને ખાસ્સો લગાવ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp