ઝૂમ મીટિંગ દરમિયાન અચાનક નિર્વસ્ત્ર થઈને પહોંચ્યા કેનેડાના નેતા અને પછી...

PC: aajtak.in

કેનેડાના એક સાંસદને શરમજનક પરિસ્થિતમાં મૂકાવું પડ્યું હતું જ્યારે તે એક ડિજીટલ મીટિંગ દરમિયાન કપડાં વગર જ પહોંચી ગયા હતા. અસલમાં કોરોના મહામારીને કારણે આ સાંસદ હાઉસ ઓફ કોમન્સની ડિજીટલ મીટિંગ માટે પહોંચ્યાં હતા. પરંતુ તેને નિર્વસ્ત્ર જોઈને મીટિંગમાં હાજર લોકો હેરાન રહી ગયા હતા. આ સાંસદનું નામ વિલિયમ અમોસ છે. તે વર્ષ 2015થી પોન્ટીએકના ક્યુબિક જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક ડેસ્કની પાછળ ઉભા છે અને ત્યારે તેમને અહેસાસ થાય છે કે તેઓ કપડાં વગર મીટિંગમાં છે તો પોતાના પ્રાઈવેટ પાર્ટને સ્માર્ટફોનથી ઢાંકવાની કોશિશ કરે છે.

અમોસે એક ટ્વીટના સહારે આ ઘટના પર માફી માંગતા કહ્યું હતું કે, આ દુર્ભાગ્યથી એક ભૂલ થઈ ગઈ. જોગિંગ પરથી પાછા ફર્યા પછી કાર્યસ્થળ પર પહેરવાના કપડાં બદલી રહ્યા હતા તે સમયે ભૂલથી મારો વીડિયો ઓન થઈ ગયો હતો. અજાણતા થયેલી આ ભૂલને લીધે હું હાઉસ ઓફ કોમન્સના પોતાના સભ્યોની માફી માંગુ છું.

જ્યારે લિબરલ પાર્ટીના નેતા માર્ક હોલેન્ડે આ અંગે વાત કરતા કહ્યું કે, વિલિયમ આ ઘટના પછી ઘણો અસહજ મહેસૂસ કરી રહ્યો છે. હોલેન્ડ કહ્યું કે મને નથી લાગતું કે વિલિયમ કોઈ ખોટી રીતની હરકત કરવાની કોશિશ કરી રહ્યો હતો. તેને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય તેમ છે. કોઈનાથી પણ ભૂલ થઈ શકે તેમ છે. હોલન્ડે તેની સાથે જ બધાને સાવધાન કરતા કહ્યું છે કે- તમારે એ હંમેશા વિચારવું જોઈએ કે કેમેરા જેવી વસ્તુઓ હંમેશા તમારી પર નજર બનાવીને બેઠા હોઈ શકે છે તો તમારે હંમેશા સાવધાન રહેવાની જરૂર છે.

મતલબ છે કે આ ઘટના જ્યારે ઘટી, તે સમયે વીડિયોને પબ્લિકલી બ્રોડકાસ્ટ કરવામાં આવી રહ્યો ન હતો અને માત્ર એક ક્લોઝ સેશન ચાલી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ ફોટાને સંસદના જ કોઈ સભ્યએ લીક કરી છે. કોરોના મહામારીને ચલતે મોટેભાગે દરેક કામ વર્ચ્યુઅલી થવા લાગ્યા છે, તેવામાં ભૂલથી વીડિયો ઓન રહી જતા અથવા તો માઈક ઓન રહી જતા ઘણા લોકોએ ક્ષોભનીય પરિસ્થિતિમાં મૂકાવવાનો વારો આવ્યો છે. આવી ઘણી ઘટનાઓ આપણે સાંભળી જ અથવા વાંચી જ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp