કર્મચારીઓની છટણી કરતી વખતે રડી પડ્યો CEO, કહ્યુ- ફેબ્રુઆરીથી રોકી રાખેલો નિર્ણય

PC: linkedin.com

દુનિયાભરમાં રિસેશન આવી રહ્યું છે. મોટી-મોટી કંપનીઓમાં એક પછી એક મોટા લેવલ પર જે રીતે લોકોને કાઢવામાં આવી રહ્યાં છે એને જોઈને રિસેશનનો અંદાજો લગાવી શકાય છે. નોકરી છોડીને જવાનું જેટલુ દુખ રિસેશનનો શિકાર થયેલા કર્મચારીને હોય છે એટલું જ દુખ બોસને પણ થતું હોય છે. બોસ ભલે એ વિશે જણાવી ન શકે, પરંતુ હાલમાં જ એક CEOનું દુખ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું છે.

ઓહિયોમાં આવેલી માર્કેટિંગ એજન્સી HyperSocialના CEO બ્રૈડેન વાલેક જ્યારે રિસેશન પર સાઇન કરી રહ્યો હતો ત્યારે તેની આંખોમા તેના કર્મચારીઓ માટે દુખ જોઈ શકાતું હતું. તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે પોતે રડતો હોય એવા કેટલાક ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યાં છે.

બિઝનેસ ટૂડેમાં આવેલી રિપોર્ટ મુજબ CEO બ્રૈડેન વાલેકે તેની ફોટોને લિંક્ડઇન પર પોસ્ટ કરી હતી. રિસેશન દરમ્યાનની આ તસવીર પરથી ખબર પડી શકે છે કે બ્રૈડેન વાલેકને તેના કર્માચારીઓને નોકરી પરથી કાઢવાનુ કેટલું દુખ છે. આ સાથે જ તે એ પણ કહીં રહ્યો છે કે તેને તેના કર્મચારીઓ પ્રત્યે કેટલો પ્રેમ છે.

આ ફોટોને પોસ્ટ કરવાની સાથે બ્રૈડેને લખ્યુ હતુ કે મારે આજે સૌથી મુશ્કેલ કામ કરવું પડ્યુ હતુ. મેં આ રિસેશનનો નિર્ણય ફેબ્રુઆરીમાં લીધો હતો, પરંતુ આ જ સુધી એને અટકાવી રાખ્યો હતો. આ એક એવી વસ્તુ છે જેને તે ફરી પાછો કરવા નથી માગતો. તેણે કહ્યું કે છેલ્લાં કેટલાક અઠવાડિયામાં તેણે આવી ઘણી બાબતો જોઈ છે જેમાં રિસેશનને કારણે લોકોને નોકરી પરથી કાઢ નાખવામાં આવ્યા છે. મોટાભાગનું એ અર્થવ્યવસ્થાને કારણે થયું છે.

છેલ્લા ઘણાં સમયથી મોટી-મોટી કંપનીઓમાંથી હજારો લોકોને કાઢી નાખવાની વાતો સામે આવી રહી છે. મંદી વધી રહી હોવાથી કંપનીને ખર્ચ પોશાઈ એમ ન હોવાથી કંપની ઘણાં કર્મચારીઓને છૂટા કરી રહી છે. આમાં સૌથી મોટો કેસ ચીનની અલીબાબાનો છે. તેમણે એક સાથે દસ હજાર કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આ પહેલાં રિટેઇલ કંપની વોલમાર્ટે 200 લોકોને કંપનીમાંથી કાઢી નાખ્યા હતા.

એમેઝોન દ્વારા પણ તેમના વર્કફોર્સમાં એક લાખ લોકોને ઓછા કર્યા છે. વોલમાર્ટની જેમ ઘણી કંપનીઓ આ પ્રકારના સ્ટેપ ઉઠાવવા માટેની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પર ધ્યાન આપવામાં આવે તો રિસેશનને લઈને ફોર્ટ મોટોર્સ દ્વારા આઠ હજાર લોકોને કંપનીમાંથી કાઢવાની યોજના કરવામાં આવી રહી છે. મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક (ફેસબુક) દ્વારા લોકોને હાયર કરવાના પ્લાનિંગમાં 30 ટકાનો કાંપ મૂક્યો છે. આ સાથે જ ગૂગલે પણ લોકોને કામ આપવાની તેમની ગતિ ધીમી કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp