ઘર ખરીદવા દુનિયાના સૌથી ખુશહાલ શહેરમાં ભારતના આ શહેરનો સમાવેશ, મુંબઈ સૌથી ખરાબ

PC: news18.com

જો તમે એવી જગ્યા પર ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો જ્યાં તમે પોતાની આખી જિંદગી ખુશી ખુશી વિતાવી શકશો તો તમારા માટે એક સારા સમાચાર છે. U.K.ની ઓનલાઇન મેગેઝીન મોર્ગન એડવાઇઝરની નવી સ્ટડીમાં ભારતના શહેરો સાથે જોડાયેલી ખૂબ જ રોચક જાણકારીઓ સામે આવી છે. આ સ્ટડી ઘર ખરીદવાના હિસાબે આખી દુનિયામાં ખુશહાલ શહેરો પર કરવામાં આવી છે. તેમાં ઘર ખરીદવા માટે દુનિયાના 20 સૌથી ખુશહાલ શહેરોમાંથી ભારતના 5 શહેર પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ચંદીગઢ બધાથી પહેલા નંબર પર છે.

સ્ટડી આખી દુનિયામાં ઘર ખરીદીના હિસાબે મુંબઈ સૌથી ઓછું ખુશહાલ શહેર માનવામાં આવ્યું છે. તો સુરતને આ લિસ્ટમાં પાંચમા નંબર પર જગ્યા મળી છે. સ્ટડીમાં ઘર ખરીદી માટે દુનિયાના સૌથી ખુશહાલ શહેર સ્પેનનું બાર્સિલોના છે. તો બીજા નંબર પર ઇટાલીનું ફ્લોરેન્સ અને ત્રીજા નંબર પર દક્ષિણ કોરિયાનું ઉલ્સાન શહેર છે. ખુશહાલ શહેરોની આ લિસ્ટ હજારો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને જગ્યાના હિસાબે લોકોના ચહેરાની ખુશીનું વિશ્લેષણ કર્યા બાદ બનાવવામાં આવી છે.

સ્ટડીમાં બાર્સિલોનામાં ઘર ખરીદનારાઓમાં એવરેજ હેપ્પીનેસ સ્કોર 100માથી 95.4 જોવા મળી જે હોમ બાયર્સના વૈશ્વિક હેપ્પીનેસ સ્કોરથી 15.6 ટકા વધારે છે. ભારતના બાકીના 20 શહેરોમાં જયપુર દસમા સ્થાન પર છે, ચેન્નાઇ 13મા સ્થાન પર અને ઈન્દોર અને લખનૌ ક્રમશઃ 17મા અને 20મા સ્થાન પર છે. સ્ટડી મુજબ ઘર ખરીદવા માટે મુંબઈ દુનિયાનું સૌથી ઓછું ખુશહાલ શહેર છે. મુંબઈ માટે એવરેજ હેપ્પીનેસ સ્કોર 100માથી 68.4 હતો. તે હોમ બાયર્સના વૈશ્વિક હેપ્પીનેસ સ્કોરથી 17.1 ટકા ઓછો હતો.

અમેરિકાના એટલાન્ટા અને ઓસ્ટ્રેલિયાના સિડની શહેર ઘર ખરીદવા માટે દુનિયાના સૌથી ઓછા ખુશહાલ શહેરોની લિસ્ટમાં ક્રમશઃ બીજા અને ત્રીજા નંબર પર જોવા મળ્યા. દુનિયાના સૌથી ઓછા ખુશહાલ શહેરોમાં મુંબઈ સિવાય, સુરત શહેર પણ પાંચમાં નંબરે છે. આ રીતે માપવામાં આવેલા સ્કોરની સ્ટડી ઑગસ્ટ 2021મા દુનિયાભરના હજારો જિયો ટેગિંગ ઇન્સ્ટાગ્રામ પોસ્ટના આધાર પર કરવામાં આવી છે.

આ પૉસ્ટમાં ટેગ, ચહેરાઓ દ્વારા જાણકારી મેળવવામાં આવી કે એક સામાન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરની તુલનામાં હાલમાં જ ઘર ખરીદનારા લોકોનું હેપ્પીનેસ લેવલ કેટલું છે. આ સ્ટડી માટે હેઝટેગ #selfie સાથે પોસ્ટ કરવામાં આવી હતી અને બીજું જેમણે #newmeowner જેવાં હેઝટેગ સાથે પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ટેગ ઇન ચહેરાઓને Microsoft Azure ફેશિયલ રિકગ્નિશન ટૂલ દ્વારા સ્કેન કરી સ્કોર જાણવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp