ચીનની પાક. ને નાપાક સલાહ: હાફિઝ સઈદને બીજા દેશમાં મોકલી દો

PC: defenceaviationpost.com

મુંબઈમાં 26/11ના દિવસે થયેલા આતંકી હુમલાના માસ્તર માઈન્ડ અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહીને લઈને વધતાં પ્રેશર વચ્ચે ચીને પાકિસ્તાનથી તેને બીજા દેશમાં મોકલી દેવાની સલાહ આપી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીને કેટલાંક એવા માર્ગ શોધવા માટે જણાવ્યું છે જેનાથી સઈદ કોઈ પશ્ચિમ એશિયાના દેશમાં ચેનથી જિંદગી જીવી શકે.

રિપોર્ટ અનુસાર અબ્બાસીના એક નજીકના સહયોગીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું 'ચીનમાં BOAO ફોરમથી બંને રાષ્ટ્રાધ્યક્ષ વચ્ચે થયેલી 35 મિનિટની મુલાકાતમાં લગભગ 10 મિનિટ સુધી હાફિઝ સઈદ પર જ ચર્ચા ચાલી હતી. ચીનના રાષ્ટ્રપતિએ એ દરમિયાન પાકિસ્તાનના PMને સઈદને છાપાંની હેડલાઈનથી દૂર કરવા માટે જલદી ઉપાય વિચારવા માટે કહ્યું.'

રિપોર્ટમાં જણાવાયું છે કે અબ્બાસીએ ત્યાર પછી પોતાની સરકારની લિગલ ટીમ સાથે વાતચીત કરી જે હાલમાં આ બાબતે વિચાર કરી રહી છે. અબ્બાસીનો કાર્યકાળ 31 મેએ સમાપ્ત થાય છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ બાબતે હવે આગામી સરકાર જ જોઈ નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp