શું ચીન કોરોના વાયરસથી સંક્રમિત 20000 લોકોને મારી નાખશે? જાણો વાયરલ ખબરનું સત્ય

PC: cloudfront.net

વેબસાઈટ ab-tc.com પર એક આર્ટિકલ છપાયો હતો. આ આર્ટિકલના હેડિંગમાં લખ્યું હતું કે, ચીને કોર્ટ પાસે 20000 કોરોના વાયરસના દર્દીઓને મારવાની પરવાનગી માગી હતી, જેથી આ વાયરસને ફેલાતો અટકાવી શકાય. આ આટિકલ હવે દુનિયાભરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવી રહ્યો છે.

આ આર્ટિકલમાં જણાવ્યા અનુસાર, ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટ શુક્રવારે કોરોના વાયરસના દર્દીઓની સામૂહિક હત્યાની મંજૂરી આપી શકે છે, જેથી આ જીવલેણ વાયરસને ફેલાતો અટકાવી શકાય. અંગ્રેજીમાં છપાયેલા આ પેપરમાં Chinaનો સ્પેલિંગ પણ ખોટો લખવામાં આવ્યો છે. તેમાં Chinaને બદલે Chhina લખવામાં આવ્યું છે.

આ આર્ટિકલમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ચીનની સરકારે કોર્ટમાં દસ્તાવેજ જમા કરાવ્યા છે અને કહ્યું છે, જો કોરોના વાયરસથી પીડિત કેટલાક દર્દી સ્વાસ્થ્યકર્મીઓ અને અરબો અન્ય લોકોને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન નહીં આપશે તો દેશ કદાચ પોતાના બધા જ નાગરિકોને ગૂમાવી દેશે.

વેબસાઈટે આ પ્રકારની ચોંકાવનારી ખબર એક સ્થાનિક રિપોર્ટરના માધ્યમથી છાપી છે. આખી દુનિયામાં એક પણ વિશ્વસનીય મીડિયા હાઉસે આ પ્રકારની કોઈ ખબર નથી છાપી કે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ચીને પોતાની સુપ્રીમ કોર્ટમાં 20 હજાર કોરોના વાયરસના દર્દીઓને મારવાની પરવાનગી માગી છે.

આ સમાચાર અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વેબસાઈટ અગાઉ પણ ફેક ન્યૂઝ છાપી ચુકી છે અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ બધા રિપોર્ટ ખોટા છે. સાથે જ ચીનની સુપ્રીમ પીપલ્સ કોર્ટની આધિકારીક વેબસાઈટ પર પણ આવી કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. એટલે એવું કહી શકાય કે, આ વેબસાઈટ પર આપવામાં આવેલા ન્યૂઝ ફેક છે. આથી, આવી ભ્રામક માહિતીઓને સાચી માનવાને બદલે વિશ્વસનીય વેબસાઈટ્સ પર તે અંગે ક્રોસ વેરિફિકેશન કરવું ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp