અમે ઇલેક્ટ્રિક કાર બનાવવા તૈયાર, પણ અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી: ચીન

PC: smartercharger.com

હાલોલમાંથી અમેરિકન કંપની જનરલ મોટર્સની એક્ઝિટ પછી ચાઇનાની SAIC મોટર કોર્પોરેશનની ગૌણ કંપની, MG મોટર ઈન્ડિયા 2019 સુધીમાં તેના હાલોલ ખાતેના પ્લાન્ટમાં પ્રોડક્શનની શરુઆત કરશે. જો કે આ કંપનીએ કહ્યું હતું કે અમે ઇલેક્ટ્રિક કાર બનાવવા માગીએ છીએ પરંતુ ભારતમાં તેના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તેથી અમારા આ પ્રોજેક્ટમાં વિલંબ થઇ શકે છે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ જણાવ્યું હતું કે, ‘ત્રણ અઠવાડિયા પહેલા જનરલ મોટર્સ પાસેથી મેળવેલ પ્લાન્ટ પાછળ રુ. 2000 કરોડનું રોકાણ કરશે. આ પ્લાન્ટમાંથી અમે પ્રથમ ફેઝમાં 75,000થી 80,000 કાર્સનું ઉત્પાદન કરીશું. ચાબાએ ભારતમાં ઈલેક્ટ્રિક કારના ભવિષ્ય અંગે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ‘કાર ઈન્ડસ્ટ્રી હાલમાં વિકસી રહી છે. આ સિવાય ઈલેક્ટ્રિક વાહનો સંદર્ભે સરકારના પ્રયત્નો સરાહનીય છે. અમે પણ અન્ય કંપનીઓની જેમ સહયોગ કરીશું. પરંતુ દેશમાં ઈલેક્ટ્રિક કાર્સ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા પ્રમાણમાં વિકસાવવામાં આવ્યું નથી.’

ઉલ્લેખનીય છે કે ચીનની પેસેન્જર કાર-કોમર્શિયલ વાહનોનું ઉત્પાદન કરતી અગ્રગણ્ય કંપની શાંધાઈ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને (SAIC)ગુજરાતના હાલોલમાં કાર-ઉત્પાદન યુનિટ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ અંગોના સમજૂતિ કરાર (MOU)થયા હતા. જેના ઉપર ચીની કંપનીના ડાયરેકટર તથા ગુજરાતના ઉદ્યોગ અગ્રસચિવે સહી કરી હતી. આ પ્રોજેક્ટને ગુજરાત સરકાર તરફથી રજિસ્ટ્રેશન, મંજૂરી અને અન્ય સહયોગ ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી અભિગમ મુજબ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતને ઓટો હબ માનવામાં આવે છે.

અનેક ખ્યાતનામ કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ કરવાનું સ્વીકાર્યુ છે અથવા રોકાણ કરીને ઉત્પાદન શરૂ કરી દીધું છે.આવી પરિસ્થિતિમાં ચાઇનાની કાર-ઉત્પાદક કંપનીએ ગુજરાતમાં કાર ઉત્પાદન એકમની સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર સાથે જે એમઓયુ કર્યા છે. તેનાથી સરકારના દાવા મુજબ નવું બળ મળશે. શાંધાઈ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને એક તબક્કે ભારતના અન્ય રાજ્યોમાં મૂડીરોકાણ કરવાની વિચારણા કરી હતી પરંતુ તે પછી ગુજરાત સરકારનો સંપર્ક કરાયો હતો અને તેની હકારાત્મક ઔદ્યોગિક નીતિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી તેઓ આકર્ષાયા હતા પરિણામ સ્વરૂપે તેમણે નવા પ્રોજેક્ટની સ્થાપના માટે ગુજરાત ઉપર પસંદગી ઉતારી હતી. આ કંપની પ્રારંભિક તબક્કામાં વાર્ષિક 50થી 70 હજાર મોટરકારનું ઉત્પાદન હાથ ધરાશે. ત્યારબાદ બજાર માંગના આધારે તેઓ કાર-ઉત્પાદનમાં વધારો કરશે. જેના કારણે ગુજરાતમાં આશરે 1000 યુવાનોને રોજગાર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp