ભારતે કરેલી આર્થિક ક્ષતિથી પરેશાન થયું ચીન, આપી ચેતવણી- થશે નુકસાન

PC: wsj.net

ચીને ગુરુવારે ભારતને ચેતવણી આપી છે કે, તે ભારતીય અર્થવ્યવસ્થાને ચીનની અર્થવ્યવસ્થાથી અલગ કરવાની કોશિશ ન કરે. ચીને કહ્યું કે, જો ભારત આવું કરે છે તો બંને દેશોને જ નુકસાન થશે. ચીની એમ્બેસેડરે કહ્યું કે, ચીન ભારત માટે રણનીતિક રીતે કોઇ ખતરો નથી અને બંને દેશોને એકબીજાની જરૂરત છે. ચીનનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે મોદી સરકારે સુરક્ષા કારણોને લીધે ચીનની ઘણી એપ્સ ફરી બેન કરી દીધી છે. તેની સાથે જ વિદેશી રોકાણ સહિત ભારતમાં કારોબાર કરવા પર ઘણાં નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી ચીની વેપારના હિત પર અસર થવી નક્કી છે.

ચીનના એમ્બેસેડર સન વેઈડોંગે ટ્વીટર પર લખ્યું, ચીન એવા સંબંધોની ભલામણ કરે છે જે બંને પક્ષો માટે ફાયદારક હોય અને કોઇને પણ નુકસાન થાય નહીં. આપણી અર્થવ્યવસ્થા એકબીજાને પૂરક અને એકબીજા પર નિર્ભર છે. તેને જબરદસ્તી નબળી કરવી ટ્રેન્ડના વિપરીત જવું છે. તેનાથી બંને દેશોમાં માત્ર નુકસાન જ થશે. તેમણે કહ્યું કે, ચીન કોઇ વિસ્તારવાદી તાકત કે રણનીતિક ખતરો નથી. બંને દેશોની વચ્ચે સદીઓથી શાંતિપૂર્ણ સંબંધો રહ્યા છે. અમે ક્યારેય પણ આક્રામક રહ્યા નથી અને ન તો કોઇ દેશની કિંમત પર પોતાનો વિકાસ કર્યો છે.

ચીની એમ્બેસેડરે કહ્યું કે, ચીનથી વધારે એક અદ્રશ્ય વાયરસ ખતરો હોઇ શકે છે. વેઈડોંગે કહ્યું કે, ભારત અને ચીનના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના લાંબા ઈતિહાસને ફગાવી દેવા સંકીર્ણ વિચારસરણીને દર્શાવે છે અને તે નુકસાનકારક પણ છે. હજારો વર્ષોથી મિત્ર રહેલા દેશને અમુક અસ્થાયી મતભેદો અને મુશ્કેલીઓનું કારણ વિરોધી અને રણનીતિક ખતરો ગણાવવું સંપૂર્ણ રીતે ખોટું છે.

તો બીજી તરફ, પૂરી દુનિયામાં ઘણાં મુદ્દાઓ પર ચીનના ઘેરાવા પર ચીની એમ્બેસેડરે કહ્યું કે, તાઇવાન, હોંગકોંગ, શિનજિયાંગ અને શિજાંગ ચીનના આંતરિક મુદ્દા છે અને તેમાં ચીનની સંપ્રભુતા અને સુરક્ષા જોડાયેલી છે. ચીન કોઇપણ બીજા દેશના આંતરિક મામલામાં દખલ આપતો નથી અને ન તો કોઇ બહારી દખલગીરીને સહન કરશે.

15 જૂનના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ પછી તણાવને ઓછું કરવા માટે ભારત અને ચીનના અધિકારીઓ વાતો કરી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે ઓનલાઇન બ્રીફિંગમાં કહ્યું કે, બંને પક્ષોમાં સેનાના પીછેહઠને લઇ સંમતિ બની છે, પણ હજુ તેની પ્રક્રિયા પૂરી થઇ નથી. ટૂંક સમયમાં કમાન્ડર સ્તરની વધુ એક વાત થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, અમને આશા છે કે, સીમાઇ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાને કાયમ રાખવા અને તણાવને ઓછો કરવા માટે ચીની પક્ષ ગંભીરતાથી કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp