ઇટલી-સ્પેનમાં 24 કલાકમાં 1622ના મોત, વિશ્વમાં કુલ 750890 કેસ, 36405ના મોત

PC: abcnews.com

કોરોના વાયરસની સ્થિતિ દુનિયામાં દિવસે ને દિવસે બગડી રહી છે. 31 માર્ચના રોજ ઇટલીમાં કોરોના વાયરસને કારણે 810 અને સ્પેનમાં 812 મોત થયા હતા. ફ્રાન્સમાં પણ 415 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં પણ 286 લોકોના મોત નિપજ્યા હતા. આ સિવાય ઇરાનમાં 117, UKમા 180ના મોત થયા હતા.

દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 750890એ પહોંચી ગઈ છે. સૌથી વધુ અમેરિકામાં 140640 લોકો આ વાયરસથી સંક્રમિત છે અને ત્યાં અત્યારસુધીમાં 2398 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે ઇરાનમાં 41495, ઇટલીમાં 101739 લોકો આ વાયરસથી સંક્રમિત છે, જ્યારે સ્પેનમાં 85195, જર્મનીમાં 61913, ફ્રાન્સમાં 43977 લોકો આ વાયરસથી સંક્રમિત છે.

કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં 36405 લોકોના મોત થયા છે. 31 માર્ચના રોજ 3301 લોકોના આ વાયરસને કારણે મોત થયા હતા અને 57610 નવા કેસ ઉમેરાયા હતા. ચીનની વાત કરીએ તો 31 માર્ચના રોજ ચીનમાં 4 લોકોના મોત થયા હતા અને 98 નવા કેસ સામે આવ્યા હતા. અમેરિકામાં 31 માર્ચના રોજ એક દિવસમાં 17987 નવા કેસ સામે આવ્યા હતા.

ગુજરાતમાં આજે 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા

આજે રાજ્યમાં કોરોના વાયરસની અપડેટ વિગતો આપતા ડૉ.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે નવા આઠ પોઝેટીવ કેસ નોંધાયા છે. જે તમામે તમામ અમદાવાદના છે. જેમાં ચાંદખેડા, બોડકદેવ, રાયપુર, શાહપુર, કાલુપુર અને બાપુનગર વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાથે ગુજરાતમાં કુલ 82 પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં અમદાવાદના 31 સુરતના 10, રાજકોટના 10, ગાંધીનગરના 11, વડોદરાના 9, ભાવનગરના 6, ગીર સોમનાથના બે અને કચ્છ, મહેસાણા, પોરબંદરના એક - એકનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં 1586 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે જેમાં 1501 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને 82 કેસ પોઝિટિવ આવ્યા છે જ્યારે ત્રણ કેસનો રિપોર્ટ પેન્ડિંગ છે. જે 82 કેસ પોઝિટિવ આવ્યા છે તેમાં 67 કેસ સ્ટેબલ, 3 વેન્ટિલેટર ઉપર અને 6 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.

ડૉક્ટર રવિએ કહ્યું કે, આજે જે નવા આઠ કેસ પોઝિટિવ આવ્યા છે એમાં અમદાવાદના પાંચ પુરુષ અને ત્રણ સ્ત્રીનો સમાવેશ થાય છે જે તમામ લોકલ ટ્રાન્સમિશનને પરિણામે પોઝિટિવ થયા છે. તેમણે કહ્યું કે, કવોરન્ટાઈનમાં રહેલ વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે રાજ્યમાં 1100 હેલ્પલાઇન કાર્યરત છે. જેમાં 366 કોલ મળ્યા છે તે પૈકી 192 કોલ મેન્ટલ હેલ્થને લગતા અને 173 કોલ શારીરિક હેલ્થને લગતા છે. જે તમામને યોગ્ય માર્ગદર્શન અને જરૂર જણાય ત્યાં સારવાર આપવામાં આવી છે.

ડૉ.રવિએ ઉમેર્યું કે, આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલી સુચનાને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતે આવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી તા.31/03/2020 સુધીમાં 97 થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકોને 123 યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે. તે ઉપરાંત બાવન બાળકોને દવાઓ આપવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp