કોરોના મહામારી વચ્ચે સામાન ચાટવાનો બનાવ્યો વીડિયો, આતંક ફેલાવવા બદલ અરેસ્ટ

PC: fdncms.com

દુનિયાના તમામ દેશો મહામારી કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. પણ અમુલ લોકો તેમની ગુનાહિતપ્રવૃત્તિથી બાજ આવતા નથી. અમેરિકાથી આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યારે એક વ્યક્તિએ દુકાનમાં સામાન ચાટવાનો પોતાનો એક વીડિયો બનાવ્યો.

સામાનોને ચાટવાનો વીડિયો બનાવવાનો આ મામલો અમેરિકાના વર્જિનિયાના એક વોલમાર્ટ સ્ટોરનો છે. ઘટના સામે આવ્યા બાદ પોલીસે આતંક ફેલાવવાના આરોપમાં તે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આરોપી વ્યક્તિનું નામ કોડી ફિસ્ટર છે. તે 26 વર્ષનો છે. તેણે સામાનોને ચાટવાનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

વીડિયોમાં કોડીએ કહ્યું હતું કે, કોણ કોરોના વાયરસથી ડરી રહ્યું છે...પોલીસે કોડીની સામે કડક કાર્યવાહી કરી છે. કોડીનો આ વાહિયાત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસનું કહેવું છે કે, વીડિયોને લઈને આયરલેન્ડ, નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડથી તેમને ફોન આવ્યા હતા. જણાલી દઈએ કે, દુનિયાભરની સરકારો કોરોના વાયરસને કારણે ફેલાયેલી અફવાને રોકવા માટેની કોશિશ કરી રહી છે.

કોરોનાના વધતા મામલાને જોતા પોલીસે કહ્યું કે, તેઓ આ પ્રકારની ફરિયાદને ગંભીરતાથી લઈ રહ્યા છે. પોલીસે તે લોકોનો આભાર માન્યો જેમણે તેમને આ બાબતે જાણ કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપી યુવકે 11 માર્ચના રોજ વીડિયો બનાવ્યો હતો. પણ તેની ધરપકડ આ અઠવાડિયે કરવામાં આવી છે. આ પહેલા પણ એક મહિલાનો આ રીતનો જ મામલો સામે આવ્યો હતો. તેણે પણ એક સ્ટોરમાં સામાન ચાટવા બદલ પકડવામાં આવી હતી. બાદમાં અમેરિકન પોલીસે તેની સામે સખત કાર્યવાહી કરી હતી.

જણાવી દઈએ કે, દુનિયાભરમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખ 23 હજારથી વધારે થઈ ગઈ છે. જ્યારે 18,923 લોકોના મોત થયા છે. અમેરિકામાં 55 હજારથી વધારે મામલા સામે આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp