નવજાત બાળકના 28 હાડકા તોડી પિતાએ લીધો જીવ, કોર્ટે ફટકારી આટલી સજા

PC: thesun.co.uk

એક પિતાએ પોતાના નવજાત દીકરાને એટલો જોરથી પકડ્યો કે તેના 28 હાકડા તૂટી ગયા. ઘટનાના થોડા દિવસ બાદ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. તપાસ દરમિયાન પોલીસે આરોપી પિતાની ઓનલાઈન સર્ચ હિસ્ટ્રી મળી હતી. જેમાં પિતાએ સર્ચ કર્યું હતું- મેં મારા બાળકને ખૂબ જ જોરથી પકડ્યો, જેને કારણે તેના શરીર પર નિશાન બની ગયા, શું તમે ક્યારેય તમારા બાળકને રડવા દરમિયાન દર્ઘટનાવશ ઈજા પહોંચાડી છે.

આ ઘટના બ્રિટનના કેન્ટની છે. એક સ્થાનિક અદાલતે 29 નવેમ્બરે દોષી પિતા લી વર્નન (21)ને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. તેણે ઓછામાં ઓછાં 16 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. પિતાએ ગત વર્ષે જુલાઈમાં પોતાના બાળકને માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ લંડનની હોસ્પિટલમાં બાળકનું મોત થયું હતું. પિતાએ જાતે ઈમરજન્સી સર્વિસ માટે કોલ કર્યો હતો. ઈમરજન્સી સર્વિસના એજન્ટને પિતાએ કહ્યું હતું કે, તેને નથી ખબર કે બાળકની આ હાલત કઈ રીતે થઈ.

બાદમાં પોલીસ પૂછપરછમાં પિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટ્સની વાતો અલગ-અલગ સ્ટોરી કહી રહ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકને જ્યારે હોસ્પિલમાં લાવવામાં આવ્યો હતો, તે અગાઉ પણ બાળકને ઓછામાં ઓછાં બેવાર ઈજા પહોંચાડવામાં આવી હતી. આ જટિલ કેસને પોલીસે મેડિકલ એક્સપર્ટ્સની મદદથી ઉકેલ્યો હતો. વકીસે કોર્ટને આરોપી પિતાને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી, જેથી તે ભવિષ્યમાં કોઈપણ બાળકને ઈજા પહોંચાડી ના શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp