અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કોરોના પોઝિટિવ, કરાચીની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ

PC: assettype.com

દુનિયાના જાણીતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોરોના થયો છે. તે કોરોના પોઝિટિવ નિકળ્યો છે. આ ઘટના પછી દાઉદના ગાર્ડ્સ અને બીજા સ્ટાફને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહઝબીન પણ કોરોના પોઝિટિવ નિકળી છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોના વાયરસના મામલા વધી રહ્યા છે. જોકે, પાકિસ્તાન તરફથી વારે વારે આ વાતને નકારવામાં આવી રહી છે. ટોપ સોર્સ અનુસાર આ ખબર સંપૂર્ણ રીતે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર માટે મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ઘણાં સમયથી દાઉદ ઈબ્રાહિમ તેના પરિવારની સાથે છુપાઈને રહેતો આવ્યો છે. ભારતે ઘણી વાર આ વાતના સખત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે, તેમ છતાં પાકિસ્તાન આ વાતને માનવા માટે તૈયાર નથી અને તેને નકારી રહ્યું છે. આ ડોનને 2003માં ભારત અને અમેરિકાએ ગ્લોબલ આતંકવાદી જાહેર કર્યો હતો. 

કર્મચારીઓ પણ ક્વોરેન્ટાઈન કરાયા

જાણકારી અનુસાર, કોરોના વાયરસની દસ્તક હવે દાઉદ ઈબ્રાહિમના ઘર સુધી પહોંચી ગઈ છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની મહઝબીનમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની પત્ની મહઝબીનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઘરમાં કામ કરનારા કર્મચારીઓને પણ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. 5 જૂનના રોજ પાછલા 24 કલાકમાં 4896 નવા કેસો સામે આવ્યા છે. તેની સાથે જ પાકિસ્તાનમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધીને 89,249 પર પહોંચી ગઈ છે.

કોણ છે દાઉદ ઈબ્રાહિમ

દાઉદ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. દાઉદ 1993માં થયેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે અને અંડરવર્લ્ડ ડોન છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે આખી દુનિયા જાણે છે. પણ તેના પરિવાર વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. કારણ કે તેના પરિવારને હંમેશા લોકોની નજરોથી દૂર રાખવામાં આવ્યા છે. દાઉદની પત્નીનું નામ મહઝબીન ઉર્ફે જુબીના ઝરીન છે. દાઉન અને જુબીનાના ચાર બાળકો છે. ત્રણ દીકરીઓ માહરુખ, માહરીન અને મારિયા છે. તો એક દીકરો છે. જેનું નામ મોઈન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp