પાકિસ્તાનની GDP કરતા 3 ગણી સંપત્તિ ધરાવતા UAEના રાષ્ટ્રપતિનું અવસાન

PC: khabarchhe.com

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું નિધન થયું છે. UAEની સત્તાવાર સમાચાર એજન્સી WAM એ આ વાતની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન 73 વર્ષના હતા અને ઘણા દિવસોથી બીમાર હતા. ઝાયેદ અલ નાહયાનના નિધન પર સરકારે 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ ઉપરાંત દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રોમાં ત્રણ દિવસ રજા રહેશે. દુબઈ મીડિયા ઓફિસ દ્વારા રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાને 3 નવેમ્બર, 2004થી દેશના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તે પહેલા તેના પિતા શેખ જાયદ બિન સુલતાન અલ નાહયાન રાષ્ટ્રપતિ હતા. તેઓ 1971થી નવેમ્બર 2004 સુધી દેશના વડા હતા. 1948માં જન્મેલા શેખ ખલીફા યુએઈના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના 16મા શાસક હતા.

તે શેખ ઝાયેદના મોટા પુત્ર હતા. તેમના કાર્યકાળ દરમિયાન, શેખ ખલીફાએ UAE અને અબુ ધાબીના વહીવટને પુનઃગઠિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સંખ્યાબંધ સુધારાઓ અમલમાં મૂક્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ UAEનો એટલો વિકાસ થયો કે અન્ય દેશોના લોકો પણ ત્યાં મોટી સંખ્યામાં પહોંચી ગયા.

ખાસ કરીને, ઝાયેદ અલ નાહયાન ગેસ અને ઓઇલ સેક્ટરમાં યુએઈને આગળ વધારવામાં મહત્વનો હતો. આ ઉપરાંત તેમના શાસનકાળ દરમિયાન અન્ય ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. ખાસ કરીને, તેમણે યુએઈના ઉત્તરીય પ્રદેશોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જે અન્ય ભાગોની તુલનામાં થોડા પછાત હતા. આ વિસ્તારમાં તેમણે આવાસ, શિક્ષણ અને સામાજિક સેવાઓને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું. તેમણે યુએઈમાં ફેડરલ નેશનલ કાઉન્સિલના સભ્યોની સીધી ચૂંટણીની પણ શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp