કોરોના સંક્રમણ પછી ડાયાબિટીસ થઇ શકે છે, આ લક્ષણો દેખાય તો સાવધાન

PC: usnews.com

દેશ અને દુનિયામાંથી હજું કોરોના વાયરસે કાયમી વિદાય લીધી નથી. વિદેશમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ વ્યાપી ગયો છે. આપણા દેશમાં ઘણા લોકોએ કોરોનાને ગંભીરતાથી લેવાનું બંધ કર્યું છે. હજું પણ ઘણા લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. આ વાયરસને લઈને ઘણું બધું રીસર્ચવર્ક થઈ રહ્યું છે.

તાજેતરમાં થયેલા રીસર્ચ પરથી ડૉક્ટરે લોકોને કહ્યું છે કે, જે વ્યક્તિ ડાયાબીટીસથી પીડિત છે તેમણે કોરોનાથી સાવચેતી રાખવી જોઈએ. અન્ય એક અભ્યાસના રીપોર્ટ અનુસાર કોરોના વાયરસને કારણે ડાયાબિટીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે મહામારી વચ્ચે ચિંતાનો વિષય છે. કોરોના વાયરસની શરૂઆત જ્યારે થઈ ત્યારે મૃત્યુ પામનારા મોટાભાગના લોકો એવા હતા જેમને કાં તો હ્દયરોગ હતો અથવા તો ડાયાબિટીસ હતું. એવા પણ કેટલાક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીને ડાયાબિટીસ ન હતું પણ એમને કોરોના થયા બાદ ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું.

આવી સ્થિતિમાં જેઓ ડાયાબિટીસ અને હ્દય રોગના દર્દી છે એને ખાસ ધ્યાન રાખવું એવું તબીબોએ કહ્યું છે. નિષ્ણાંતો એવું માને છે કે, ડાયાબિટીસ એક પ્રકારનો રોગ છે. જેના લક્ષણો અંગે ઝડપથી ખબર પડતી નથી. વર્ષોથી એની સાથે જીવતા હોય એવા લોકોને પણ એના વિશે ઝડપથી ખ્યાલ આવતો નથી. જે દર્દીઓ રેગ્યુલર ચેકઅપ કરાવતા નથી એમણે ચેકઅપ કરાવવું જોઈએ. પણ કેટલાક એવા પણ લોકો જોવા મળ્યા હતા જે કોરોનાગ્રસ્ત થયા એ પહેલા ડાયાબિટિસ ધરાવતા ન હતા. પણ કોરોના પછી એકાએક ડાયાબિટીસ ડિટેક્ટ થયું.

અભ્યાસ બાદ તૈયાર કરવામાં આવેલા એક રીપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, 14 ટકા કેસ ડાયાબિટીસથી નોંધાયેલા છે. નિષ્ણાંતોએ ઉમેર્યું કે, આ ટકાવારી વધારે પણ હોઈ શકે છે. ત્રણ દેશ પર કરવામાં આવેલા અભ્યાસ પરથી આ ટકાવારી સામે આવી છે. કોરોના વાયરસ બાદ એકાએક સુગરના દર્દીઓ કેવી રીતે વધી ગયા એ અંગે કોઈ સચોટ કારણ હજું સુધી શોધાયું નથી. નિષ્ણાંતો એવું કહે છે કે, સ્વયંપ્રતિરક્ષા અસરને કારણે ડાયાબિટીસ વધ્યું હોય એવું પ્રાથમિક રીતે માની શકાય છે. જો વારંવાર પેશાબ લાગતો હોય, વધુ પડતી ભૂખ અને તરસ લાગતી હોય તથા કોઈ કામ કર્યા વગર જ થાક લાગતો હોય તો એ એના લક્ષણ છે. આવા લક્ષણ જોવા મળે તો ડાયાબિટીસનું જોખમ હોઈ શકે છે. આવા કિસ્સામાં તાત્કાલિક ધોરણે રીપોર્ટ કરાવવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp