કોરોના પોઝિટિવ રિપોર્ટને નેગેટિવ બતાવીને બાઈડેન સાથે ચર્ચામાં સામેલ થયેલા ટ્રમ્પ

PC: indianexpress.com

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એક પુસ્તકમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના પૂર્વ ચીફ ઓફ સ્ટાફના એક નવા પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પોતાના પહેલા પ્રેસિડેન્શિયલ ડિબેટથી બરાબર ત્રણ દિવસ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવમાં બદલી દેવામાં આવ્યો જેથી તેઓ જો બાઈડેન સાથે ડિબેટમાં હિસ્સો લઈ શકે.

વ્હાઇટ હાઉસના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝના પુસ્તકની કોપી ‘ધ ગાર્ડિયન’ મળી આવી છે. જેમાં આ વાતનો ખુલાસો થયો છે. મીડોઝનું કહેવું છે કે ટ્રમ્પ 26 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ એ જ દિવસ છે જ્યારે તેમણે વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં સુપ્રીમ કોર્ટના ઉમેદવાર એમી કોની બેરેટ માટે એક સમારોહની મેજબાની કરી હતી ત્યારબાદ ચિકિત્સા વિશેષજ્ઞો દ્વારા સુપર સ્પ્રેડર કાર્યક્રમ માનવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સામેલ થયેલા લગભગ 12 લોકો સંક્રમિત થઈ ગયા હતા. મીડોઝના જણાવ્યા મુજબ ટ્રમ્પ થોડા થાકેલા લાગી રહ્યા હતા ત્યારબાદ વ્હાઇટ હાઉસના ડૉક્ટર સીન કોલેએ મીડોઝને ફોન કરીને કહ્યું કે રાષ્ટ્રપતિને જતા રોકો. તેઓ અત્યારે કોરોના પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મીડોઝે ટ્રમ્પને કહ્યું કે મિસ્ટર પ્રેસિડેન્ટ મને માઠા સમાચાર મળ્યા છે. તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એટલું સંભાળતા જ ટ્રમ્પે જવાબ આપ્યો ‘ઓહહ.’ મીડોઝના પુસ્તકમાં આગળ કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ ટ્રમ્પનો રિપોર્ટ પોઝિટિવમાંથી નેગેટિવ કરી દેવામાં આવ્યો અને પછી 29 સપ્ટેમ્બર 2020ના રોજ ક્લીવલેન્ડમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ ઉમેદવાર બાઈડન સાથે બહેસમાં સામેલ થયા હતા.

મીડોઝે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે જે તપાસમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેની તપાસ જૂની મોડલ કીટમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમનું એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યું હતું એ વખત રિપોર્ટ નેગેટિવ હતો. જોકે પહેલી તપાસ એન્ટિજન હતી કે PCR આ બાબતે અત્યારે જાણકારી મળી શકી નથી. અમેરિકાના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (USFDA)ના દિશા નિર્દેશો મુજબ બાઈનેક્સ ટેસ્ટ નેગેટિવ આવવાનો એર્થ એ નથી કે કોઈને કોરોના સંક્રમણ નથી થયું. એવામાં આ રીતેના સંક્રમણને નિયંત્રિત કરવા કે પોતાની મરજીથી સારવાર કરવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. ટ્રમ્પની બીજી તપાસ આ જ રીતે થઈ હતી.

મીડોઝે પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે જે તપાસમાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એવો વ્યવહાર કરી રહ્યા હતા જેમ કે કંઈ થયું જ નથી ત્યારબાદ તેમણે ટ્રમ્પની આસપાસ રહેનારાઓને કહ્યું કે તેમની સાથે એવો જ વ્યવહાર કરે જેમ તેઓ સંક્રમિત છે. જોકે આ ખબર વ્હાઇટ હાઉસના વેસ્ટ વિંગ સુધી પહોંચી ગઈ હતી છતા પણ ટ્રમ્પે ઇનડોરમાં 27 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રેસ બ્રિફિંગ કરી. તેઓ પોતાના ગોલ્ફ ક્લબ ગયા. તેઓ વ્હાઇટ હાઉસની ઇવેન્ટમાં સામેલ થયા છતા 29 સપ્ટેમ્બરના રોજ તેઓ પ્રતિદ્વંદ્વિ જો બાઈડેન સાથે બહેસ કરવા માટે ક્લીવલેન્ડ પહોંચ્યા.

તેમાં કોઈ શંકા નથી કે ટ્રમ્પ અને બાઈડેન ખૂબ દૂર ઊભા હતા પરંતુ ઇનડોર ઉપસ્થિત દર્શકો માસ્ક વિના હતા. તેના આગામી દિવસે 30 સપ્ટેમ્બરના રોજ ટ્રમ્પ એક રેલીમાં પણ સામેલ થયા હતા છતા ટ્રમ્પે 2 ઓક્ટોબરના રોજ જણાવ્યું કે તેઓ અને તેમની પત્ની મિલેનિયા ટ્રમ્પ કોરોના સંક્રમિત થઈ ગયા છે એ જ રાતે તેઓ હૉસ્પિટલમાં એડમિટ થયા. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પ 1 ઓક્ટોબરના રોજ સંક્રમિત મળ્યા પ્રેસિડેન્શિયલ ડિબેટના બરાબર બે દિવસ બાદ. ટ્રમ્પે ત્યારે વૉલ્ટર રીડ હૉસ્પિટલમાં ત્રણ દિવસ વિતાવ્યા. જ્યાં તેમની પ્રાયોગિક એન્ટિબોડી કોકટેલ સાથે સારવાર કરવામાં આવી જે કોરોના વાયરસ સ્પાઇક પ્રોટીનને ટારગેટ કરે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp