મહિલાએ ઓનલાઈન ભીખ માગીને ભેગા કર્યા 35 લાખ, પતિએ આ રીતે ખોલી પોલ

PC: hindustantimes.com

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં એક મહિલાની લોકોને છેતરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. મહિલા પર આરોપ છે કે, તેણે પોતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નિષ્ફળ લગ્નનો શિકાર બતાવીને પોતાના બાળકોની સારસંભાળ માટે લોકો પાસેથી મદદની અપીલ કરી અને 50 હજાર ડૉલર (આશરે 35 લાખ રૂપિયા) ભેગા કર્યા હતા.

દુબઈ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાએ Facebook, Instagram અને Twitter પર પોતાની પોસ્ટના માધ્યમથી ઘણા લોકોને છેતર્યા હતા અને 17 દિવસમાં આટલી મોટી રકમ ભેગી કરી લીધી હતી. મહિલાએ ઓનલાઈન અકાઉન્ટ બનાવ્યા અને પોતાના બાળકોના ફોટાના માધ્યમથી તેમના લાલન-પાલન માટે તેમજ તેમના પર થનારા ખર્ચાઓ માટે આર્થિક મદદ માગી હતી.

મહિલા લોકોને જણાવતી હતી કે, તેના છૂટાછેડા થઈ ગયા છે અને પોતાના બાળકોનું તે જાતે પાલન કરી રહી છે. પરંતુ તેનો પૂર્વ પતિએ અપરાધ મંચના માધ્યમથી સૂચના આપી અને સાબિત કર્યું કે બાળકો તેની સાથે રહી રહ્યા છે. ઘણા મિત્રો અને સંબંધીઓના ફોન આવ્યા બાદ પતિને ખ્યાલ આવ્યો કે તેના બાળકોના ફોટાનો ઉપયોગ ભીખ માગવા માટે કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp