દુર્ગામાતાની 1000 વર્ષ જૂની મૂર્તિની ન્યૂયોર્કમાં થશે હરાજી

PC: happywalagift.com

નવરાત્રિ 18 માર્ચથી શરૂ થઈ રહી છે જે 26 માર્ચ સુધી ચાલશે. આ પ્રસંગે ન્યૂયોર્કના ક્રિસ્ટીમાં આવતા અઠવાડિયે લગભગ 1000 વર્ષ જૂની કાળા પથ્થરમાંથી બનાવેલી હિંદુ દેવી દુર્ગાની મૂર્તિની નિલામી થવાની છે.

કાળા રંગની દેવી દુર્ગા અથવા તો દેવી શક્તિ તરીકે ઓળખાતી આ મૂર્તિ 131 સેન્ટીમીટર લાંબી છે. આપણે ત્યાં દુર્ગા માતાને બધી દેવીઓમાં સર્વશક્તિમાન અને બુરી શક્તિને પરાજીત કરનારી માતા તરીકે ઓળખવામાં આવે છે. વળી તેમની દરેક મૂર્તિમાં તે મહિષાસુર નામના રાક્ષસનો વધ કરતી જોવા મળે છે.

ન્યૂયોર્કમાં ભારતીય, હિમલાયી તેમજ દક્ષિણપુર્વ એશિયાઈ કળા વિભાગના વિશેયજ્ઞ ઈસાબેલ મેકવિલિયમ્સે કહ્યું હતું કે, આ મૂર્તિ મહિષાસુરના વધની સ્ટોરી બતાવે છે. કાળા પથ્થરમાંથી કોતરણી કરીને બનાવવામાં આવેલી આ મૂર્તિ પુર્વ ભારતની છે. આ મૂર્તિ પાલ વંશના સાશન સમયની છે, જ્યારે બંગાળ અને બિહાર પર પાલ વંશનું સાશન હતું.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp