ચીનને કારણે ભારતમાં AC-કૂલર સહિતની વસ્તુઓ મોંઘી થઇ શકે છે

PC: zeenews.india.com

ભારતમાં અનલોક થયા પછી ટીવી-ફ્રીઝ સહિત ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ માટે ગ્રહકોએ વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે. ઇલેક્ટ્રોનિક સામાનોની કિંમતોમાં વધારો થવાનું કારણ ચીન સાથે જોડાયેલું છે. કોરોનાએ સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થાને સંકટમાં નાખી દીધું છે. હવે આ મહામારીના પ્રકોપથી મોંઘવારી પણ સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધારવા લાગી છે. કોરોનાની અસર અર્થવ્યવસ્થાની સાથે સાથે ઘણી કમોડિટીઝની કિંમતો પર પણ પડી છે.

ઈલેક્ટ્રોનિક સામાનોની કિંમતોમાં વધારાનું કારણ ચીનમાં એક ધાતુની કિંમતમાં આવેલો જબરદસ્ત ઉછાળો છે. ચીનમાં કોપરની માગ ખૂબ વધી ગઇ છે. જેના કારણે કોપરની કિંમતોમાં વધારો આવ્યો છે. કોપરનો ઉપયોગ ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવવામાં થાય છે. એવામાં કોપરના ભાવ વધવાથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ મોંઘી થઇ શકે છે.

કોપરનો 65 ટકા ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, 25 ટકા બાંધકામ, 7 ટકા ટ્રાન્સપોર્ટ અને 3 ટકા અન્ય સેક્ટર્સમાં થાય છે. આવનારા સમયમાં કોપરની કિંમતોમાં વધારે તેજી આવી શકે છે.એવામાં પાણીની મોટર, AC, કૂલર, મિક્સર ગ્રાઇન્ડર, વાયરિંગ, હીટિંગ એલીમેન્ટ્સ, મોટર્સ, રિન્યૂએબલ એનર્જી, ઈન્ટરનેટ લાઇન્સ જેવી વસ્તુઓ મોંઘી થઇ શકે છે. કારણ કે આ ઉપકરણોમાં કોપરનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ગરમીમાં કૂલિંગ ઉપકરણોની ડિમાન્ડ વધી જાય છે. અને દરેક કૂલિંગ પ્રોડક્ટ્સમાં કોપરનો ઉપયોગ થાય છે.

કોરોનાની પહેલી લહેરમાં લાગૂ લોકડાઉન સમાપ્ત થવા પર ઔદ્યોગિક ઉત્પાદનમાં આવેલી તેજીથી ઉદ્યોગોમાં મોટા પાયે કોપરનો ઉપયોગ થવા લાગ્યો છે. એવામાં તેની માગ સતત વધી રહી છે. ડિમાન્ડની સાથે સાથે કિંમતો પણ વધી રહી છે.

આ ઉપરાંત ચિલીએ કોપર માઇનિંગ પર 75 ટકા ટેક્સ લગાવી દીધો છે. જેનાથી પણ કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ચિલી વૈશ્વિક કોપરનો લગભગ ચોથા ભાગનો ઉત્પાદન કરતો દેશ છે. માનવામાં આવી રહ્યું છે કે અનલોક પછી દેશમાં પણ કોપરની ડિમાન્ડ વધશે જેનાથી તેની કિંમતોમાં વધારે તેજી આવવાનો અંદાજો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp