USમાં 10 હજાર લોકો માટે Teslaમાં ભરતી નિકળી, ડિગ્રી વિના એલન મસ્ક આપશે નોકરી

PC: townsquare.media

Tesla અને સ્પેસએક્સના CEO એલન મસ્ક હંમેશા કશું નોખું કરવા માટે જાણીતો છે. ઈલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાએ ટેક્સાસના ઓસ્ટિનની ગીગાફેક્ટરીમાં બંપર નોકરીની ઓફર કાઢી છે. આ ફેક્ટરીમાં કામ કરવા માટે વર્ષ 2022 સુધી 10 હજાર લોકોની ભરતી થશે.

ડિગ્રી વિના ટેસ્લામાં કામ કરવાની તક

આ જોબ ઓફરમાં નવી વાત એ છે કે, ટેસ્લાએ જે વેકેંસી કાઢી છે તેમાં કોઇપણ કોલેજની ડિગ્રી માગવામાં આવી નથી. ઉમેદવારો હાઇ સ્કૂલ પાસ કર્યા પછી તરત જ આ નોકરી માટે અપ્લાઇ કરી શકે છે. ગ્રેજ્યુએટ હાઈસ્કૂલ પાસ કેંડિડેટ પણ આના માટે અરજી કરી શકે છે. એલન મસ્કે ટ્વીટ કરી આ જાણકારી શેર કરી છે. એલન મસ્ક કોલેજના ભણતરને વધારે મહત્વ આપતા નથી. તેમનું માનવું છે કે કોલેજમાં ક્યારેય પણ કશું નવું ભણાવવામાં આવતું નથી.

મસ્કે પોતાના ટ્વીટમાં આ નવી નોકરીના ફાયદા પણ ગણાવ્યા છે. તેણે લખ્યું કે, જોબ સાઇટ એરપોર્ટથી માત્ર 5 મિનિટના અંતરે છે. શહેરથી 15 મિનિટ અને કોલોરાડો નદીની જમણી બાજુ છે. રિપોર્ટ અનુસાર, કંપની એવા વિદ્યાર્થીઓની ભરતી કરવા વિશે વિચારી રહી છે જે પોતાનો અભ્યાસ ચાલુ રાખતા ટેસ્લામાં કરિયરની શરૂઆત કરવામાં ઈચ્છે છે.

એક રિપોર્ટ અનુસાર, જો ટેસ્લા 10 હજારથી વધુ કર્મચારીઓને નોકરી આપશે તો કંપની તરફથી પહેલા નક્કી કરવામાં આવેલા લોકોની ન્યૂનતમ સંખ્યાથી બેગણા રહેશે. જે પહેલા 5 હજાર હતા. એલન મસ્કે આ પહેલા 2020 જુલાઇમાં જાહેરાત કરી હતી કે કંસ્ટ્રક્શન વર્ક કંપનીની નવીનતમ મેન્યુફેક્ટરિંગ ફેસિલિટીની સાથે ઝડપથી ચાલી રહ્યું છે.

આ ઉપરાંત મંગળવારે એલન મસ્કે લોકોને પોતાની એયરોસ્પેસ કંપની સ્પેસએક્સ માટે સાઉથ ટેક્સાસ જવાની અપીલ કરી હતી અને મિત્રોને આવું કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp