પાકિસ્તાનમાં દર વર્ષે 1000 હિંદુ યુવતીઓનું બળજબરીપૂર્વક કરાવાય છે ધર્માંતરણ

PC: dnaindia.com

પાકિસ્તાનમાંથી અવાર-નવાર હિંદુ છોકરીઓનું અપહરણ કરી અને પછી તેમને જબરદસ્તી ઈસ્લામ કબૂલ કરાવી તેમના નિકાહ કરાવવા અંગેના સમાચાર આવતા રહે છે. ત્યાંના તમામ મુખ્ય રાજકીય પક્ષો તેને એક મોટી સમસ્યા માને છે, પરંતુ કટ્ટર ઈસ્લામિક સંગઠનો સામે કોઈ પગલાં નથી લઈ શકાતા. એક અનુમાન અનુસાર, ત્યાં દર વર્ષે 1000 હિંદુ યુવતીઓનું અપહરણ કરી તેમનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરી તેમના લગ્ન કરાવી દેવામાં આવે છે.

પાકિસ્તાનના માનવાધિકાર આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અમરનાથ મોતુવલે થોડાં દિવસ પહેલા જ કહ્યુ હતુ કે, માત્ર સિંધ રાજ્યમાંથી જ દર મહિને 20થી 25 હિંદુ યુવતીઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવીને લગ્ન કરાવવાના કિસ્સાઓ સાંભળવા મળે છે. મોટાભાગના મામલા અંગે કોઈ ફરિયાદ પણ લખવામાં નથી આવતી.

જાન્યુઆરી, 2019માં અનુષા કુમારીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ અને પછી કોઈ મુસ્લિમ યુવક સાથે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. વર્ષ 2017માં બે હિંદુ યુવતીઓ રવીતા મેઘવાર અને આરતી કુમારી તેમજ શિખ યુવતી પ્રિયા કૌરનો મામલો પાકિસ્તાની મીડિયામાં ખૂબ જ ચગ્યો હતો, પરંતુ તેની કોઈ અસર ના થઈ. આ તમામ યુવતીઓનું અપહરણ કરવામાં આવ્યુ હતુ અને પછી તેમના નિકાહ મુસ્લિમ યુવકો સાથે કરાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનની મુવમેન્ટ ફોર પીસ એન્ડ સોલિડિરિટી નામની એક એજન્સીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે, દર વર્ષે 1000 અલ્પસંખ્યક ધર્મની યુવતીઓનું અપહરણ કરી તેમના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાએ જ આ ખુલાસો કર્યો છે કે, ઉમરકોટ સ્થિત સરહંદી અને મીરપુરખાસની બારચુંદી શરીફ નામના ધાર્મિક સ્થળથી અન્ય ધર્મની યુવતીઓને બળજબરીપૂર્વક મુસ્લિમ બનાવવાનું કામ થાય છે. મિનહાજ ઉલ કુરાન નામની ત્યાંથી સંસ્થા ખુલ્લેઆમ અન્ય ધર્મની યુવતીઓના ઈસ્લામ અંતર્ગત નિકાહ કરાવવાનું કામ કરે છે. ધર્મ બદલ્યા બાદ આ યુવતીઓ લોક લાજના ડરથી પોતાના ઘરે પાછી નથી ફરતી અને પછી અપહરણ કરનારાઓના પક્ષમાં જ નિવેદન આપે છે. આ કારણે પીડિતોને પોલીસ તરફથી કોઈ મદદ નથી મળતી.

સૌથી વધુ ઘટનાઓ સિંધ પ્રાંતમાં જ થાય છે, જ્યાં વર્ષ 2016માં તેની વિરુદ્ધ કાયદો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સિંધ વિધાનસભામાં આ કાયદો પાસ થવા છતા ત્યાંના ગવર્નરે તેને મંજૂરી આપી નહોતી. બાદમાં જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનોએ તેની વિરુદ્ધ લામબંધી કરી અને તેને સ્થગિત કરી દીધો.

પાકિસ્તાનના પૂર્વ CM નવાજ શરીફના કાર્યકાળમાં પણ બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવા વિરુદ્ધ બિલ લાવવામાં આવ્યુ હતુ, પરંતુ તેને પાસ ન કરાવી શકાયુ. પાકિસ્તાનના પંજાબ રાજ્યની સરકારે પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તેમાં તેમને પણ સફળતા મળી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp