Facebook લાઈવ સ્ટ્રીમીંગનાં ફિચર્સમાં કયા ફેરફાર કર્યા?

PC: .intoday.in

Facebookએ હમણા-હમણા સોશિયલ મીડિયાની એપ્સને વધુને વધુ યુઝફૂલ બનવવાનો નિર્ણય કર્યો છે. Facebookનાં નવા ફિચર્સમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે આના કારણે Facebookનો ઉપયોગ કરતા અબજો લોકોને આનો સીધો ફાયદો થવાનો છે.

Facebookએ મેસેજિંગ ચેટ એપમાં ફ્રેન્ડસ સાથે ગેમ રમવા માટે એક નવું પ્લેટફોર્મ ‘ઈન્સ્ટન્ટ ગેમ્સ’ લોન્ચ કર્યાના એક વર્ષ પછી ગેમર્સ માટે ફેસબુક લાઈવના માધ્યમથી લાઈવ સ્ટ્રીમિંગ અને વીડીયો ચેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.Facebookએ આ પહેલા અમે લાઈવ સ્ટ્રીમિંગ લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું અને તેનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યું છે. આ ફિચર્સમાં ગેમ રમનારાઓ પરસ્પર એક-બીજાને પોતાના વિચારોની જાણ કરાવી શકે છે અને નાની-મોટી વાતચીત પણ કરી શકે છે.

Facebookએકહ્યું કે, યુઝર્સ આ લાઈવ સ્ટ્રીમ્સને રેકોર્ડ પણ કરી શકશે જેથી પછી તેઓ તેમની પ્રોફાઈલ પર શેર પણ કરી શકે. કંપનીએ કહ્યું કે, મેસેન્જર પર દર મહિને લગભગ 24.5 કરોડ લોકો વિડીયો ચેટ કરે છે. અમે બહુ જલ્દી તેનું ટેસ્ટિંગ કરવા માટે ઉત્સુક છે કે, લોકો એકબીજા સાથે વિડીયો ગેમ રમતા વિડીયો ચેટિંગ પણ કરી શકે છે. તે દરમિયાન સોશિયલ મીડિયા દિગ્ગજે ઘણી ફેમસ મોબાઈલ ગેમ્સને ‘ઈન્સ્ટન્ટગેમ્સ’ પર લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને આ પ્લેટફોર્મના હિસાબ પ્રમાણે ફરીથી બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp