ઈન્શ્યોરન્સ કંપનીએ માંગ્યું મૃત્યુનું પ્રમાણ, લાશ લઈને ઓફિસ પહોંચી ગયા પરિવારજનો

PC: amarujala.com

જીવન વીમા લેવાનો ઉદ્દેશ્ય એ જ હોય છે કે, કસમયે મોત થયા તો પરિવારજનોએ કોઈપણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરવો ના પડે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બને તો તેવામાં આ વિમો ખૂબ જ સહાયક સાબિત થાય છે. પરંતુ, અવારનવાર એવું સાંભળવા મળતું હોય છે કે, વિમા કંપનીઓ લાભ આપવામાં ઠાગાઠૈયા કરે છે. કંઈક આવો જ કિસ્સો દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો છે. અહીં જ્યારે ઈન્શ્યોરન્સ કંપનીએ વિમાની રકમ આપવાનો ઈનકાર કર્યો તો પરિવારજનો લાશ લઈને ઓફિસ પહોંચી ગયા હતા.

રિપોર્ટ અનુસાર, 46 વર્ષીય સિફિસો જસ્ટિસ મ્હેલ્ગોની મૃત્યુ 7 નવેમ્બરે થયું હતું. ત્યારબાદ પરિવારજનો વિમાની રકમ લેવા માટે ઈન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં પહોંચ્યા હતા. પરંતુ ઈન્શ્યોરન્સ કંપની સિફિસોના મૃત્યુને માનવા તૈયાર જ નહોતી અને પરિવારજનોને તેની મોતને સાબિત કરવા માટે કહેવામાં આવ્યું.

પરિવારજનો સિફિસોની મોતને સાબિત કરવા માટે તેની લાશ લઈને ઈન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં પહોંચી ગયા હતા. એ વાતની તમે જાતે જ કલ્પના કરી શકો છો કો, આવું કરવું પરિવારજનો માટે કેટલું દુઃખદાયી રહ્યું હશે.

આ મામવો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મામલો બિચકતો જોઈ ઓલ્ડ મ્યુચ્યુઅલ નામની ઈન્સયોરન્સ કંપનીએ એક નિવેદન જાહેર કરીને મૃતકના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેમને વિમાના પૈસા ચૂકવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp