3 વર્ષ સુધી પિતાએ પુત્ર પર કર્યો બળાત્કાર, કોર્ટે જાણો કેટલી સજા આપી

PC: dailymail.co.uk

એક પિતાને તેના પુત્ર સાથે રેપ કરવાના ગુનામાં માત્ર 2 વર્ષની જ જેલ થઈ. ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં રહેનારા 41 વર્ષના પિતા પર 2002-2005 દરમ્યાન પુત્ર સાથે રેપ કરવાનો આરોપ હતો. કોર્ટે તેને 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી, પણ બે વર્ષ જેલમાં રહ્યા પછી તેની સજા સ્થગિત કરી દેવામાં આવી હતી.

પિતા અઠવાડિયામાં 5 વાર પુત્રનું શોષણ કરતો હતો. તેના સિવાય તેણે અન્ય બાળકોનું પણ યૌન શોષણ કરેલું. કોર્ટમાં પિતાએ પોતાના જ પુત્રનું રેપ કરેલું તેનો સ્વીકાર કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર સ્થાનિક લોકો પિતાને મળેલી સજાનો વિરોધ કરી રહ્યા છે. તેમના મતે પિતાએ કરેલો ગુનો અત્યંત ગંભીર છે. માટે પિતાને જેટલા વર્ષની સજા કરવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે. પુત્ર સાથે ન્યાય થયું નથી, બલ્કે આટલી ઓછી સજા પિતાને આપીને પુત્રની હાંસી ઉડાવવામાં આવી છે.

કોર્ટને એ પણ કહેવામાં આવ્યું હતું કે, આરોપી પિતાએ તેની એક ભત્રીજી સાથે પણ હિંસા કરી હતી. સાઉથપોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજે આરોપી પિતાના ગુનાને ગંભીર ગણાવેલો, પણ જ્યારે સજા આપવાની વાત આવી તો આરોપીને માત્ર 5 વર્ષની જ જેલની સજા સંભળાવી, ને તેમાં પણ આરોપી પિતાને 2 વર્ષની સજા કાપ્યા પછી છોડી દેવામાં આવ્યો હતો.

પિતાના બચાવમાં તેના વકીલે કોર્ટમાં કહ્યું કે, બાળપણમાં આરોપી પિતા પોતે યૌન શોષણનો શિકાર બનેલો. કાનૂની કારણોસર પિતાનું નામ સાર્વજનિક કરવામાં આવ્યું નથી અને બાળકની માતા સાથેની અન્ય જાણકારી પણ આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp