રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફિનલેન્ડ-સ્વીડન NATOમાં જોડાશે, US સેનેટનો મોટો નિર્ણય

PC: theprint.in

રશિયા-યુક્રેન યુદ્ધ અને પુતિનની ધમકીઓ વચ્ચે US સેનેટે મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે નાટોના સભ્ય દેશોની સંખ્યા 30 છે US સેનેટમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં ફિનલેન્ડ અને સ્વીડનના સમાવેશને સમર્થન આપ્યું હતું. US સેનેટે પશ્ચિમ યુરોપના બંને દેશો નાટોમાં જોડાવાની તરફેણમાં 95 એક મત આપ્યો હતા.

સેનેટના બહુમતી નેતા ચક શુમરે ફિનલેન્ડ અને સ્વીડનના રાજદ્વારીઓને મતદાન જોવા માટે ચેમ્બર ગેલેરીમાં આમંત્રણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેને બંને દેશોને ટૂંક સમયમાં નાટોમાં જોડાવા હાકલ કરી હતી. જો કે, આ માટે તમામ સભ્ય દેશોની મંજૂરીની જરૂર પડશે. હાલમાં નાટોના 30 સભ્ય દેશો છે. છેલ્લા ત્રણ મહિનામાં, નાટોના અડધાથી વધુ સભ્યોએ બે સમૃદ્ધ ઉત્તર યુરોપિયન દેશોની ઉમેદવારીને ટેકો આપ્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે બંને દેશોએ મે મહિનામાં નાટોના સભ્યપદ માટે અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે એવામાં યુરોપના આ દેશોના નાટોમાં જોડાણ થતા તેની અસર યુદ્ધ પર પણ પડી શકે તેમ છે. રશિયાએ યુદ્ધ શરુ કરતા યુરોપ અને અમેરિકાએ રશિયા પર ઘણા બધા પ્રતિબંધ લગાવી દીધા છે. હજુ સુધી યુદ્ધ રોકવાના કે બંધ થવાના કોઈ અણસાર નથી. હવે જોવાનું એ છે કે રશિયા આ બાબત પર કેવા પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp