વ્હેલના મોઢામાંથી મોતને મ્હાત આપી જીવતો બહાર આવ્યો શખ્સ, જાણો રસપ્રદ કહાની

PC: dailymail.co.uk

એ કહેવત તો તમે સાંભળી જ હશે કે, જાકો રાખે સાંઇયાં માર શકે ના કોઈ. એટલે કે જેની મદદ ભગવાન કરે છે તે મોતને પણ સરળતાથી ચકમો આપી શકે છે. એવું જ કંઇક થયું અમેરિકાના શખ્સ સાથે. વ્હેલ માછલીના મોઢામાં 30 સેકન્ડ સુધી રહ્યા બાદ તે જીવતો બચી નીકળ્યો. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, તેને કેટલીક ઇજા થઈ છે, જેના કારણે તેને હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો છે. અમેરિકાના મૈસાચ્યુસેટ્સમાં જે ઘટના થઈ એ કોઈ ચમત્કારથી ઓછી નથી.

56 વર્ષીય માઇકલ પેકર્ડે મોતને ચકમો આપ્યો. માઇકલ લોબસ્ટર ડ્રાઈવર છે અને આ કામ તે છેલ્લાં 40 વર્ષોથી કરી રહ્યો છે. તે સમુદ્રમાંથી અલગ અલગ જાતના જીવોને પકડીને બજારમાં વેચે છે. તે રોજની જેમ શુક્રવારે સવારે સમુદ્રના હેરિંગ કોવ બીચ પર હતો. તેણે જણાવ્યું કે, તે સમુદ્રમાં ડૂબકી લગાવતા 35 ફૂટ ઊંડાઈમાં જતો રહ્યો. આ દરમિયાન તેને વ્હેલ માછલી ગળી ગઈ. એક્દમથી મને ઝડપી ધક્કો લાગ્યો અને પછી અંધકાર છવાઈ ગયો. મને લાગતું હતું કે હું હાલી-ડોલી રહ્યો છું, પરંતુ સમજ નહોતી પડતી કે આખરે શું થઈ રહ્યું છે.

તેણે જણાવ્યું કે, પહેલા મને લાગ્યું કે શાર્કે હુમલો કર્યો છે આજે તો હું મરી જઈશ. હું તેની અંદર હતો. બધુ જ કાળું થઈ ચૂક્યું હતું. એમ લાગી રહ્યું હતું કે, અહીંથી બાહર નીકળી શકવાનો નથી. જલદી જ અનુભવાયું કે આ શાર્ક નથી કેમ કે મને દાંત નહોતા લાગ્યા, ન કોઈ ઇજા થઈ હતી. બધુ બ્લેક થઈ ચૂક્યું હતું. મને ખબર હતી કે, હું અહીંથી બહાર નહીં નીકળી શકું. એટલે મારી પત્ની સાથે 12 અને 14 વર્ષના છોકરાઓની બાબતે વિચારવા લાગ્યો. ત્યારબાદ વ્હેલના શરીરમાંથી નીકળવાનો પ્રયત્ન શરૂ કરી દીધો.

માઇકલે કહ્યું કે, વ્હેલ પોતાનું માથું હલાવવા લાગી. એકદમ મને અજવાળું નજરે પડ્યું અને થોડી જ વારમાં હું સમુદ્રમાં હતો. મને બહાર ફેકી દેવામાં આવ્યો હતો. લગભગ 30 સેકન્ડ સુધી વ્હેલના મોઢામાં રહ્યો. મને વિશ્વાસ નથી થતો કે હું કઈ રીતે બહાર નીકળી આવ્યો. માઈકલના મિત્ર જોશિય્યાહ મેયોએ તેને સમુદ્રામાંથી કાઢ્યો, જે તેની નાવમાં સવાર હતો. મેયોએ જણાવ્યું કે, અચાનક જ નાવ સામે પાણીનો મોટો ફુગ્ગો ફૂટ્યો, જેની સાથે માઇકલ પણ સાથે નીકળી આવ્યો. માઇકલને પાણીથી બહાર કાઢ્યા બાદ કિનારે લાવ્યા, ત્યાં આ ઘટનાની જાણકારી અધિકારીઓને આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp