કામ કરવા શ્રેષ્ઠ છે આ ભારતીય કંપની, Forbes લિસ્ટમાં દેશની બેસ્ટ એમ્પ્લોયર બની

PC: Forbes

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની બેસ્ટ એમ્પ્લોયર કંપની બની ગઈ છે. બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે દુનિયાના બેસ્ટ એમ્પલોયરની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ભારતમાં પહેલું સ્થાન મળ્યું છે. તેની સાથે જ દુનિયામાં રિલાયન્સે 52મા નંબર પર જગ્યા બનાવી છે. આ લિસ્ટમાં દુનિયાની 750 મોટી કંપનીઓને સામેલ કરવામાં આવી છે. ભારતની કુલ 19 કંપનીઓએ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે.

ટોપ 100 કંપનીઓમાં જગ્યા બનાવનારી ભારતીય કંપનીઓમાં ICICI બેંક 65મા નંબર, HDFC બેંક 77મા નંબર પર અને HCL ટેક્નોલોજી 90મા નંબર પર છે. સાઉથ કોરિયાની કંપની સેમસંગે વર્લ્ડ બેસ્ટ એમ્પલોયર હોવાનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. તેની સાથે આ લિસ્ટમાં તે પહેલાં નંબર પર છે. બીજાથી સાતમા નંબર પર અમેરિકી કંપનીઓએ કબજો કર્યો છે. તેમાં IBM, માઈક્રોસોફ્ટ, અમેઝોન, એપ્પલ, આલ્ફાબેટ અને ડેલ ટેક્નોલોજી જેવી કંપનીઓ સામેલ છે. ત્યારબાદ 8મા નંબર પર હુવાવે, જે ટોપ 10મા સામેલ થનારી એકમાત્ર ચીની કંપની છે.

નવમા નંબર પર અમેરિકાની અડોબી અને 10મા નંબરે પર જર્મનીની BMW ગૃપ સામેલ છે. માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા સાથે મળીને ફોર્બ્સે દુનિયાની બેસ્ટ એમ્પલોયરની વાર્ષિક લિસ્ટ તૈયાર કરી છે. રેન્કિંગ નિર્ધારિત કરવા માટે સ્ટેટિસ્ટાએ બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાઓમાં કામ કરનારા 58 દેશના 1,50,000 કર્મચારીઓને સર્વેમાં સામેલ કર્યા હતા. લિસ્ટમાં સામેલ થવા માટે કંપનીઓને ઘણા પ્રમાણમાંથી પસાર થવું પડી રહ્યું હતું. તેમાં કર્મચારીઓના અનુભવની ક્વાલિટી અને કંપની બાબતે તેનું મૂલ્યાંકન અને સમાન સેક્ટરની બીજી કંપનીઓ બાબતે તેમના વિચાર જાણવામાં આવતા હતા.

તેમાં જે કંપનીઓ ખરી ઉતરે છે તેમને આ ટાઇટલ મળે છે. કોરોના વાયરસના સમય જ્યાંરે ચોતરફ કામ ઠપ્પ પડ્યા હતા. નોકરી જઈ રહી હતી તો એવા માઠા સમયમાં રિલાયન્સે નક્કી કર્યું કે કર્મચારીઓની સેલેરીમાં કપાત કરવામાં નહીં આવે. તેઓ નોકરીની ચિંતા કર્યા વિના કામ કરી શકે છે. સાથે જ તેમની સારવારની આવશ્યતાઓ અને તેના પરિવારના વેક્સીનેશન પર પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. રિલાયન્સે આ પણ નક્કી કર્યું કે જે કર્મચારી દુર્ભાગ્યથી કોરોનાના કારણે સાથ છોડી ગયા હતા, તેમના આશ્રિતોનું ભવિષ્ય આર્થિક રૂપે સુરક્ષિત રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp