ફ્રાન્સમાં સેક્સુઅલ કન્સેન્ટની ઉંમરને 15 વર્ષ કરતું બિલ પાસ

PC: indiatoday.in

ફ્રાન્સની પાર્લામેન્ટમાં સેક્સુઅલ કન્સેન્ટ (એકબીજાની સહમતિથી શારીરિક સંબંધ બનાવવા) માટેની ન્યૂનતમ ઉંમર 15 વર્ષ કરવાના વિચારને કાયદાનું રૂપ આપવામાં આવ્યું છે. આ પગલાંને જસ્ટિસ મિનિસ્ટર દ્વારા ઐતિહાસિક ગણાવવામાં આવ્યો છે. આ કાયદો પાસ થવાથી હવે કોઈપણ 15 વર્ષની ઉંમરની છોકરી પોતાના મિત્ર સાથે શારીરિક સંબંધ બનાવી શકશે. અહીં વિચારવાલાયક વાત એ છે કે, સેક્સુઅલ કન્સેન્ટ માટે કાયદો બનાવવા અને તેની ન્યૂનતમ સીમા 15 વર્ષ કરવા પાછળનું કારણ શું છે?

તો તમને જણાવી દઈએ કે, થોડાં સમય પહેલા ફ્રાન્સમાં બે એવા મામલા સામે આવ્યા છે, જેણે સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો. આ બે મામલાઓમાં 11 વર્ષની ઉંમરની બાળકીઓ સાથે પુખ્ત વયના પુરુષો શારીરિક સંબંધ બનાવતા ઝડપાયા હતા. આ મામલાઓમાં બંને બાળકીઓ પોતાની સહમતિથી શારીરિક સંબંધ બનાવતી મળી આવી હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં ચર્ચાએ જોર પકડ્યું કે સેક્સુઅલ કન્સેન્ટ માટે એવો કાયદો બનાવવામાં આવે, જેમાં બાળકો પોતાના માટે જાતે નિર્ણય લઈ શકે અને બીજા પક્ષે કાયદાકીય દાંવપેચમાં ફસાવુ ના પડે.

ફ્રાન્સની પાર્લામેન્ટમાં આ બિલ પાસ થયું તે પહેલા સેક્સુઅલ કન્સેન્ટની ઉંમર 13 વર્ષ રાખવાની માગ કરવામાં આવી રહી હતી, જોકે કેટલાક અધિકારીઓએ તેનો વિરોધ કર્યો અને સલાહ આપી કે સહમતિથી શારીરિક સંબંધ બનાવવા માટે ન્યૂનતમ ઉંમર 13 વર્ષ એ ખૂબ જ વહેલું કહેવાય અને તેમણે તેને 15 વર્ષ કરવાની સલાહ આપી. અંતે તે ઉંમર વધારીને 15 વર્ષ કરવામાં આવી છે.

જોકે, ઈન્સેસ્ટ (ખૂબ જ નજીકના સગા સાથે શારીરિક સંબંધ)ના મામલામાં કન્સેન્ટને 18 વર્ષ રાખવામાં આવી છે. ફ્રાન્સના અગાઉના કાયદામાં વકીલે એ સાબિત કરવું પડતું હતું કે, સગીર સાથે શારીરિક સંબંધ બનાવનાર પુખ્ત વયની વ્યક્તિએ તેની સાથે બળજબરી કરી છે અથવા તો તેને શારીરિક સંબંધ બનાવાવ માટે ખોટી રીતે લલચાવી છે અને એ વાત સાબિત થયા બાદ જ તે વ્યક્તિ પર રેપ અથવા સેક્સુઅલ અસોલ્ટના ચાર્જ લગાવવામાં આવતા હતા.

2018ના વર્ષમાં એક 28 વર્ષીય વ્યક્તિ તેને પાર્કમાં મળેલી 11 વર્ષની બાળકી સાથે સેક્સ કરતો ઝડપાયો હતો. તે વ્યક્તિ પર કોર્ટમાં કેસ ચાલ્યો પરંતુ તેના પર રેપના નહીં પરંતુ તેના કરતા હળવા ચાર્જ લગાવવામાં આવ્યા હતા. ત્યારથી ફ્રાન્સમાં સેક્સુઅલ કન્સેન્ટને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. અંતે ગુરુવારે આ અંગે ફ્રાન્સના પાર્લામેન્ટમાં સેક્સુઅલ કન્સેન્ટને 15 વર્ષ કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp