ફ્રાન્સ-તુર્કી વિવાદ વચ્ચે એર્દોગન બોલ્યા- મૈક્રોંએ માનસિક સારવાર કરાવવાની જરૂર

PC: timesofisrael.com

કાર્ટૂન વિવાદ બાદ ઈસ્લામિક દેશોના પોતાના ઉત્પાદનોના બહિષ્કારને ફ્રાન્સે તુર્કીનો પ્રોપેગેંડા ગણાવ્યો છે. ફ્રાન્સનું કહેવું છે કે, તેનો ઈરાદો દુનિયામાં નફરત ફેલાવવાનો છે અને આ પ્રકારનું કામ એક કટ્ટર અલ્પસંખ્યકનું છે. ફ્રાન્સે પોતાના ઉત્પાદનોનો બોયકોટ કરનારા દેશોને આ વિરોધ તાત્કાલિક ધોરણે હટાવવા કહ્યું છે. જણાવી દઈએ કે, આ દરમિયાન ટ્વીટર પર #BycottFrance ટ્રેન્ડ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઈસ્લામિક દેશોના ઘણા એવા વીડિયો શેર થઈ રહ્યા છે, જ્યાં લોકો કથિતરીતે દુકાનો અને શોપિંગ મોલમાંથી ફ્રાન્સના ઉત્પાદનો હટાવતા દેખાઈ રહ્યા છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, તેમના રાજદૂત એ દેશોમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં ફ્રાન્સીસી ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ દેશોને બહિષ્કાર પરત લેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ ત્યાં રહેતા ફ્રાન્સીસી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું કે, મિડલ ઈસ્ટને ઘણા દેશોમાં ફ્રાન્સીસી ઉત્પાદનોનો બહિષ્કાર અને ફ્રાન્સ વિરુદ્ધ પ્રદર્શન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ નફરત ફેલાવવાના સંદર્ભમાં છે, જેને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્યપ એર્દોગને ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મૈક્રોં પર જુબાની હુમલો કર્યો છે. એર્દોગને કહ્યું કે, ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ પોતાનો રસ્તો ભટકી ગયા છે. આ અગાઉ મુસ્લિમ જગતના નવા ખલીફા બનાવવાનો પ્રયત્ન કરી રહેલા એર્દોગને મૈક્રોંને મગજની તપાસ કરાવવાની સલાહ આપી હતી.

એર્દોગને મધ્ય તુર્કીના શહેર કાસેરીમાં એક ભાષણમાં કહ્યું હતું, મૈક્રોં કહેવાતા આ વ્યક્તિની મુસ્લિમ અને ઈસ્લામની સાથે શું સમસ્યા છે? મૈક્રોંએ માનસિક સારવાર કરાવવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું હતું કે, કોઈ રાષ્ટ્રપ્રમુખને શું કહી શકાય, જે ધર્મની સ્વતંત્રતાને ના સમજે અને જે પોતાના દેશમાં રહેતા લાખો લોકો સાથે આ પ્રકારના વ્યવહાર કરતા હોય, જે એક અલગ ધર્મને માનનારા હોય. જણાવી દઈએ કે, કાર્ટૂન વિવાદ બાદ ફ્રાન્સમાં એક શિક્ષકનું માથુ કાપવાની ઘટના બની હતી. આ સાથે જ ફ્રાન્સમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. અત્યારસુધી ફ્રાન્સીસી પોલીસે સેંકડો સંદિગ્ધોને કસ્ટડીમાં લઈ લીધા છે, જ્યારે ઘણી ધાર્મિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp