ચીનની ભ્રમ જાળ, કહ્યું- Boycott China ફ્લોપ, ખૂબ આયાત કરી રહ્યું છે ભારત

PC: bbci.co.uk

કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે, 130 કરોડ લોકોના સમર્થન અને સહયોગથી ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવશે. ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય માણસ સુધી દેશને આત્મનિર્ભર બનાવવામાં સહયોગ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જો ભારત આત્મનિર્ભર હશે તો આયાત ઘટશે પરંતુ, કેટલાક દેશોને એ પચતુ નથી. નિકાસ પર ફોકસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગલવાન વેલીમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે અને એ તણાવના કારણે બંને દેશો વચ્ચેના વેપાર પર અસર પડી છે. સીમા પર ચીનની હરકતોથી દેશમાં ચાઈનીઝ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. લોકો મેડ ઇન ઈન્ડિયા પ્રોડક્ટ ખરીદી રહ્યા છે. જેનાથી ચીન બોખલાયું છે અને દાવો કરી રહ્યું છે કે, ચીનમાંથી ભારતનો આયાત ઘટ્યો નથી, પરંતુ વધ્યો છે.

ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સની વાત માનીએ તો ભારતમાં ચીની સામનોનો બહિષ્કાર થઈ રહ્યો છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ભારતમાં તમામ વિરોધો છતાં ચીનમાંથી આયાત વધ્યો છે પરંતુ, તેના માટે ચીને જે ડેટા સાર્વજનિક કર્યા છે એ ભારતના ડેટા સાથે મેચ થતાં નથી. ચીની મીડિયાનું કહેવું છે કે, કોરોનાના સમયમાં પણ આયાત ઘટવાની તો વાત દૂરની છે, ઉલ્ટુ તેમાં વધારો થયો છે. ચીની કસ્ટમ ડ્યૂટી અનુસાર, ભારતની ચીનમાંથી એપ્રિલમાં આયાત 3.22 અરબ ડૉલર હતી, જે મેમાં વધીને 3.25 અરબ ડૉલર થઈ ગઈ. ત્યારબાદ જૂનમાં 4.78 ડૉલરની આયાત હતી અને પછી જુલાઈમાં વધીને 5.6 અરબ ડૉલર થઈ ગઈ પરંતુ, આ તો ચીની મીડિયાનો દાવો છે કારણ કે, આંકડા ભારતના આયતના આંકડાઓ સાથે મળતા નથી. ભારતની કોમર્સ મિનિસ્ટ્રી મુજબ, એપ્રિલમાં ચીનથી આયાત 3.03 અરબ ડૉલર, મેમાં 4.66 અરબ ડૉલર અને જૂનમાં 3.32 અરબ ડૉલરની હતી. જુલાઈનો આંકડો અત્યારે જાહેર નથી થયા. ચીન જૂનમાં 4.78 અરબ ડૉલરનો દાવો કરી રહ્યું છે. જ્યારે હકીકતમાં આંકડો 3.32 અરબ ડૉલરનો છે.

ચીની સરકારથી કસ્ટમ ડ્યુટીના આધાર પર આપવામાં આવેલા વધુ એક ડેટાને જોઈએ તો સ્પષ્ટ થઈ જાય છે કે, ભારતની ચીનમાંથી આયાત ઘટી છે. જાન્યુઆરીથી જુલાઈ 2020 સુધીમાં ભારતમાં ચીનનો નિકાસ 24.7% વાર્ષિક દરથી ઘટીને 32.28 બિલિયન ડૉલર થઈ ગઈ છે. જોકે ચીનના નિકાસમાં જૂન 2020ના 4.79 બિલિયન ડૉલરની ગણતરીએ જુલાઈ 2020માં 5.6 બિલિયન ડૉલરનો સામાન્ય વધારો જોવા મળ્યો છે. કુલ મળીને જાન્યુઆરી 2020થી જુલાઈ સુધી ભારતનો ચીન સાથે વ્યાપારમાં 43.47 બિલિયન ડૉલરનો રહ્યો છે. જેમાં ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 18.6%નો ઘટાડો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp