130 દેશોના 11000 વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી

PC: si-cdn.com

ગ્લોબલ વોર્મિંગને કારણે આઈસબર્ગ ઝડપથી ઓગળી રહ્યો છે. તેનું જ પરિણામ છે કે આર્કટિકમાં મોજૂદ સૌથી જૂનો અને સ્થિર આઈસબર્ગ ઝડપથી ઓગળી રહ્યો છે. આ જ કારણે 130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.

ઓગળી જશે ધ લાસ્ટ આઈસ એરિયાઃ

130 દેશોના 11 હજાર વૈજ્ઞાનિકો આર્કટિકના જે ભાગની વાત કરી રહ્યા છે તેને ધ લાસ્ટ આઈસ એરિયા કહેવામાં આવે છે. જે દુનિયાનો સૌથી જૂનો અને સ્થિર બર્ફાચ્છાદિત વિસ્તાર છે. પણ હવે તે ઝડપથી ઓગળી રહ્યો છે. એ પણ બેગણી ઝડપે.

2030 સુધીમાં આ વિસ્તાર આખો ઓગળી જશેઃ

ધ લાસ્ટ એરિયા 2016માં 41.43 લાખ વર્ગ કિમી હતો, જે હવે ઘટીને 9.99 લાખ વર્ગ કિમી જ બચ્યો છે. જો આ જ ઝડપે બરફ ઓગળતો રહેશે તો 2030 સુધીમાં ધ લાસ્ટ એરિયા પૂરેપૂરો ઓગળી જશે.

દર 10 વર્ષમાં લગભગ 1.30 ફૂટ બરફ ઓગળી રહ્યો છેઃ

યૂનિવર્સિટી ઓફ ટોરેન્ટોના વૈજ્ઞાનિક કેંટ મૂરેએ જણાવ્યું કે, 1970 પછીથી આર્કટિકમાં લગભગ 5 ફૂટ બરફ ઓગળી ગયો છે. એટલે દર 10 વર્ષમાં લગભગ 1.30 ફૂટ બરફ ઓગળી રહ્યો છે. એવામાં સમુદ્રનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે.

ગ્રીનલેન્ડ અને કેનેડામાં બદલાઈ જશે વાતાવરણઃ

આર્કટિકનો બરફ ઓગળી જવાને કારણે ગ્રીનલેન્ડ અને કેનેડાની આસપાસ હવામાન બદલાય જશે. સાથે જ તેની અસર દુનિયામાં પણ જોવા મળશે. ધ લાસ્ટ આઈસ એરિયામાં બરફ બેગણી ઝડપે ઓગળી રહ્યો છે.

પોલર બેર, વ્હેલ અને પેંગ્વિન જેવા પ્રાણીઓ નહિ બચેઃ

ધ લાસ્ટ આઈસ એરિયામાં વિભિન્ન પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. જો આ જ ગતિએ બરફ ઓગળતો રહેશે તો પોલર બેર, વ્હેલ, પેંગ્વિન અને સીલ જેવા સુંદર પ્રાણીઓ ખતમ થઈ જશે. આ પ્રજાતિઓ દુનિયામાંથી ગાયબ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp