ચીનની દાદાગીરી રોકવા ભારત અને વિયેતનામને મિલાવ્યા હાથ

PC: inventiva.co.in

પૂર્વ તરફ જોવા જઇએ તો નીતિને સફળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતે વિયેતનામ સાથે પોતાની મિત્રતા તથા સામરિક સંબંધોને સમય સાથે વધુ પ્રગાઢ કર્યા છે. આ મુદ્દે પાછલા દિવસોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિયેતનામની ત્રણ દિવસીય યાત્રા પૂર્ણ કરી છે. તેમની આ યાત્રાને ચીનની દક્ષિણ ચીન સાગરમાં વધતી આક્રામકતા વચ્ચે વિયેતનામ સાથે ભારતના સમુદ્રી સહયોગને પ્રોત્સાહન આપવા તેમજ સામરિક સંબંધોને નજરમાં રાખવા જઇએ તો ખૂબ જ મહત્ત્વની હતી. રાજનાથ સિંહે વિયેતનામને એક ડઝન હાઇ સ્પીડ ગાર્ડ બોટ સોંપીને બંને દેશોના સામરિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.

ન્હા ટાંગ સ્થિત વિયેતનામી વાયુ સેના અધિકારી પ્રશિક્ષણ સંસ્થાનની મુલાકાત લીધી. ત્યાં ભાષા તથા સૂચના પ્રૌદ્યોગિકી પ્રયોગશાળાની સ્થાપના માટે ભારત સરકારની તરફથી ઉપહાર તરીકે 10 લાખ ડૉલરનો ચેક સોંપ્યો. આ પ્રયોગશાળા આ ધનરાશિનો ઉપયોગ વાયુ સેનાના કર્મચારીઓની ભાષા અને આઇટી કૌશલને વધારવા માટે કરશે. ત્યારબાદ રાજનાથ સિંહે ત્યાં દૂરસંચાર વિશ્વવિદ્યાલયનું પણ અવલોકન કર્યું. આ યુનિવર્સિટીમાં આર્મી સોફ્ટવેર પાર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમણે વિયેતનામના રાષ્ટ્રીય રક્ષા મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ, રાષ્ટ્રપતિ ગુયેન જુઆન ફુક અને વડાપ્રધાન ફામ મિન્હ ચિન સાથે પણ મુલાકાત કરી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહની આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારત, વિયેતનામ દ્વિપક્ષીય રક્ષા સંબંધોની સાથે જ સમગ્ર રાજકીય સાંઠગાંઠને મજબૂત બનાવી હતી. તેમણે પોતાના વિયેતનામી સમકક્ષ જનરલ ફાન વાન ગિયાંગની સાથે હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના સંઘ આસિયાનનો પ્રમુખ દેશ હોવાથી વિયેતનામની રણનીતિક દક્ષિણ ચીનની સાથે ક્ષેત્રીય વિવાદ છે. ચીન દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો કરે છે. જ્યારે તાઇવાન, ફિલિપાઇન્સ, બ્રુનેઇ, મલેશિયા અને વિયેતનામ પણ તેના કેટલાક હિસ્સાઓ પર પોતાની દાવેદારી જતાવે છે. ભારત પાસે દક્ષિણ ચીન સાગરમાં વિયેતનામની સમુદ્રી સીમામાં તેલ શોધવાની પરિયોજનાઓ છે. તેથી ભારત અને વિયેતનામ હિતોની રક્ષા માટે પાછલા કેટલાક વર્ષોમાં સમુદ્રી સુરક્ષા તથા રણનીતિક સહયોગ વધારી રહ્યા છે. અમેરિકા તથા ભારત સહિત ક્ષેત્રના દરેક દેશ એક સ્વતંત્ર, સમાવેશી તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓ પર આધારિત હિંદ પ્રશાંત ક્ષેત્રને લઇને પ્રતિબદ્ધ છે.

ભારત અને વયેતનામ હિતોની રક્ષા માટે પાછલા કેટલાક વર્ષોથી પોતાની સમુદ્રી સુરક્ષા સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં જ્યારે વિયેતનામના તત્કાલિન વડાપ્રધાન ગુએન તાન ડુંગ ભારતની યાત્ર પર આવ્યા હતા ત્યારે બંને દેશોના સંબંધોને રણનીતિક સંબંધોનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2016ની વિયેતનામ યાત્રા દરમિયાન સંબંધોના દરજ્જાને વધારવા વ્યાપક રણનીતિક સબંધોમાં ફેરવાયા હતા. ત્યારબાદથી વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને હિંદ પ્રશાંત વિઝનમાં એક વિશેષ મહત્ત્વપૂર્ણ ભાગીદાર બની ગયું છે. બંને દેશ 2000 વર્ષથી વધુ જૂની સભ્યતાગત તથા સાંસ્કૃતિક સંબંધોનો એક સમૃદ્ધ ઇતિહાસ શેર કરે છે.

ગયા વર્ષે બંને દેશો વચ્ચે રક્ષા, ઉર્જા, પરમાણું તથા અનુસંધાન સહિત સાત સમજુતિઓ થઇ હતી. આ પહેલા વર્ષ 2018માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિયેતનામની યાત્રા કરી હતી ત્યારે પણ રણનીતિક સંબંધો મજબૂત કરવાના ઉદ્દેશ્યથી બંને દેશો વચ્ચે રક્ષા, સાઇબર સુરક્ષા, ઉર્જા તથા અંતરિક્ષ ક્ષેત્ર માટે કેટલીક સમજૂતિઓ થઇ હતી. વિયેતનામ સાથે સારા સંબંધોના કારણે ભારત દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાની ઉપસ્થિતિ બતાવીને ચીનને નિયંત્રિત કરવામાં સક્ષમ બનશે. આ રીતે ચીનને નિયંત્રિત કરવા માટે ભારત તથા વિયેતનામ એકબીજાને મદદગાર સાબિત થશે. વિયેતનામથી વધતી દોસ્તી એ સ્પષ્ટ કરે છે કે, ભારતની પૂર્વ તરફ જોઇએ તો પરિણામ મળશે કે, આ નીતિ હેઠળ જાપાન અને થાઇલેન્ડ સહિત દરેક દેશોની સાથે ભારતના સંબંધ અને સહયોગ નિરંતર આગળ વધી રહ્યા છે. તેનો લાભ આ ક્ષેત્રના દરેક દેશોને મળી રહ્યો છે. જોકે, આ દેશોની સાથે હજુ પણ વ્યાપારિક સહયોગ વધવાની સારી શક્યતાઓ છે. આવનારા દિવસોમાં નિશ્ચિત રૂપે સહયોગના ક્ષેત્રોનો વિસ્તાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp